SURAT

સુરતના અમરોલીમાં આ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

સુરત: (Surat) શહેરના અમરોલી ખાતે આવેલી ગણેશમણી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતું કુટણખાનું (Brothel) પોલીસે (Police) પકડી પાડ્યું હતું. પોલીસે ફ્લેટની મહિલા માલિક, મેનેજર (Manager) યુવતી અને એક ગ્રાહકને ઝડપી પાડી તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે તેમના નામ અંગે તથા પુછપરછ કરતા મકાન જયાબેન સમાધાન બાવીસ્કરનું હોવાનું જણાવ્યું હતું.

  • અમરોલીમાં ગણેશમણી એપાર્ટમેન્ટના ફ્લેટમાં કુટણખાનું ઝડપાયું
  • પોલીસે રેઈડ કરતા ફ્લેટની માલિક મહિલા, મેનેજર યુવતી અને એક ગ્રાહક સામે ફરિયાદ નોંધી
  • રોશનીને 6 હજાર પગાર આપવામાં આવતો હતો

અમરોલી પોલીસને અમરોલી માધવબાગ સ્કુલ સામે સત્તાધાર સોસાયટીમાં ગણેશમણી એપાર્ટમેન્ટમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી ત્યાં રેડ કરી હતી. પોલીસને સ્થળ પર ત્રણ મહિલા મળી આવી હતી. પોલીસે તેમના નામ અંગે તથા પુછપરછ કરતા મકાન જયાબેન સમાધાન બાવીસ્કર (ઉ.વ.38) નું હોવાનું જણાવ્યું હતું. તેને રોશની ઉર્ફે ચાંદની રવિ કોલતે (ઉ.વ.22, રહે.એસએમસી આવાસ, અડાજણ) ને મેનેજર તરીકે નોકરી પર રાખી હતી. રેઈડ દરમિયાન પોલીસે આવેલા ગ્રાહક સુધીર ઓધવજી દિયોરા (ઉ.વ.41, રહે.સિદ્ધિવિનાયક સોસાયટી, કતારગામ) ને પણ પકડી પાડ્યો હતો. રોશનીને 6 હજાર પગાર આપવામાં આવતો હતો. પોલીસે સ્થળ પરથી 15 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમરોલી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

પકડ વોરંટ માટે હેરાન નહીં કરવા લાંચ લેનાર રાંદેરનો એએસઆઇ ઝડપાયો
સુરત : રાંદેરમાં એએસઆઇને કોર્ટના વોરંટ સામે બે હજાર લેવાનું ભારે પડી ગયુ હતુ. એએસઆઇએ લાંચ માંગતા આરોપીએ એસીબીને ફરિયાદ કરીને રંગે હાથે આરોપીને પકડાવી દીધો હતો. રાંદેર પોલીસ સ્ટેશનનો એએસઆઇ સતીષ ડાહ્યાભાઇ પટેલ (બંકલ નંબર 3070) જીલાની બ્રિજની નીચે, ખલીલ ચા સેન્ટર સામે જાહેર રોડ પર લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. જેમાં ફરિયાદી વિરૂદ્ધ કોર્ટ ખાતે ફરિયાદ દાખલ થઇ હતી. તેમાં ફરિયાદીનુ પકડ વોરંટ નીકળ્યું હતુ. જે પકડ વોરંટના કામે હેરાન પરેશાન નહીં કરવાના અવેજ પેટે આરોપીએ ફરિયાદી પાસેથી બે હજારની લાંચની રકમની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતો નહીં હોવાથી એસીબીને ફરિયાદ કરતા એસબીએ છટકુ ગોઠવીને એએસઆઇને ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top