National

VIDEO: ઈ-સ્કૂટર પછી ઈલેક્ટ્રિક કારમાં લાગી આગ, મુંબઈમાં ટાટાની કાર બળીને રાખ થઈ ગઈ

મુંબઈ(Mumbai): છેલ્લા કેટલાક મહિનામાં ભારતમાં અનેક ઈલેક્ટ્રિક સ્કૂટરોમાં (Electric Scooters) આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. હવે મુંબઈમાં TATA Nexon EV નામની ઇલેક્ટ્રિક એસયુવીમાં (SUV) આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. આખી ઘટના VIDEOમાં કેદ થઈછે. ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગનો સિલસિલો હજુ અટક્યો નથી અને હવે મુંબઈથી ઇલેક્ટ્રિક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. Tata Nexon EV માં આગ ફાટી નીકળી હતી, જે પછી ઇલેક્ટ્રિક વાહનોની સુરક્ષાને લઈને ફરીથી સવાલો ઉભા થઈ રહ્યા છે. ઈલેક્ટ્રિક એસયુવીમાં આગ લાગી હોવાનો એક વીડિયો (Video) પણ સામે આવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ (Viral) થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ભારતની સૌથી વધુ વેચાતી ઈલેક્ટ્રિક કાર (Electric Car) છે, જેમાં આગ લાગવાથી ગ્રાહકોના દિલમાં ડર પેદા થઈ ગયો છે. ટાટા મોટર્સે (Tata Motors) ઘટનાની તપાસની ખાતરી આપી છે.

  • મુંબઈના વસઈ વિસ્તારની ઘટના
  • રેસ્ટોરન્ટની સામે સફેદ રંગની ટાટા નેક્સોન ઈવી સળગી
  • આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી

Tata Nexon EV બળીને રાખ
વીડિયોમાં જોઈ શકાય છે કે મુંબઈના વસઈ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટની સામે સફેદ રંગની Tata Nexon EV પાર્ક કરવામાં આવી હતી જે અચાનક ફાટી ગઈ હતી. આ વીડિયોમાં ફાયર ફાઈટર આગ ઓલવતા અને ટ્રાફિકને ચાલુ રાખવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આગ થોડા સમય બાદ ઓલવાઈ ગઈ હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ સિવાય આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

ટાટા મોટર્સે એક નિવેદન બહાર પાડ્યું છે
ટાટા મોટર્સે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમે આ ઘટનાની તપાસનું આશ્વાસન આપીએ છીએ કે નેક્સન ઈવીમાં શા માટે આગ લાગી. આ ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ વીડિયોની તપાસ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ હકીકતની માહિતી ઉપલબ્ધ થશે. ટાટા મોટર્સે તાજેતરમાં ભારતમાં નવી Nexon EV Max લોન્ચ કરી છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 17.40 લાખ છે અને તે એક જ ચાર્જમાં 312 કિમી સુધી ચાલી શકે છે.

Most Popular

To Top