SURAT

સુરતના પૂણા ગામમાં જાહેરમાં કચરો ફેંકનારને ચાર જણાએ લાકડાના ફટકાથી માર્યો

સુરત (Surat) : પૂણાગામમાં (Puna) કાપડની (Textile) દુકાનમાંથી નીકળતો કચરો ફેંકી રહેલા યુવકને ઠપકો આપીને તેની ઉપર લાકડાના ફટકા વડે હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર ચાર યુવકની સામે પોલીસે (Police) ગુનો (Crime) નોંધ્યો હતો. આ ઉપરાંત પૂણાગામમાં સરકારી સ્કૂલની (School) સામે જ જાહેરમાં કચરો (Garbage) ઠાલવીને રોગચાળાને (Pandemic) આમંત્રણ આપવામાં આવી રહ્યું હોવાના ચિત્રો ફોટો પણ વાઇરલ (Viral) થયા છે.

  • પૂણા ગામમાં માનસરોવર નજીકની ઘટના
  • પૂણાગામમાં સ્કૂલની નજીક જ જાહેરમાં કાપડની દુકાનમાંથી નીકળતો કચરો નાંખીને કરવામાં આવતી ગંદકી
  • સૂર્યનગર સોસાયટીમાં રહેતા ચાર જણાએ કચરો ફેંકનાર પર હુમલો કર્યો
  • હુમલો કરનાર ચાર યુવકની સામે પોલીસે ગુનો નોંધ્યો

પ્રાપ્ત વિગતો મુજબ પૂણાગામના ગુલાબચોકની બાજુમાં સરદાર નગર સોસાયટીમાં દાતાર ક્રિએશનના કારખાનામાં મજૂરી કામ કરતો ચંદન જયદીપ મંડલ તેનો મિત્ર સાનુ મંડલ અને વિપલવ મંડલ ગુલાબબા ચોકની નજીક આવેલા શૌચાલયની પાછળ ખુલ્લામાં કચરો નાંખી રહ્યા હતા ત્યારે ત્યાં પૂણાગામ માનસરોવર નજીક સૂર્યનગર સોસાયટીમાં રહેતો પારસ ઉર્ફે પારલે, તુષાર ઉર્ફે લાંબો, રાજુ ઉર્ફે બાડો તેમજ રાહુલ નામના ચાર યુવકો આવ્યા હતા. આ તમામએ ચંદન અને સાનુ મંડલને કચરો નાંખવાની ના પાડી હતી. જેને લઇને બંને વચ્ચે માથાકૂટ થતા રાહુલ નામના યુવકે સાનુ મંડલને લાકડાના ફટકો મારી દીધો હતો. આ મારામારીમાં દાતાર ક્રિએશનના મેનેજર સુશાંતભાઇ ચોડવડીયા વચ્ચે પડતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો.

બનાવ અંગે પૂણા પોલીસમાં ફરિયાદ (Police Complaint) કરવામાં આવતા પોલીસે હુમલો કરનારા રાહુલ, તુષાર, રાજુ અને પારસની સામે ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂણાગામમાં જ્યાં જ્યાં ખુલ્લા પોપડાઓ છે ત્યાં જાહેરમાં કારખાનાના કર્મચારીઓ કચરો નાંખીને ગંદકી કરતા હોય છે. પૂણાગામમાં શિક્ષણ સમિતિના સ્કૂલ નજીક જ આવેલા ખુલ્લા પોપડામાં પણ આવી રીતે કાપડની દુકાનમાંથી નીકળતો ખરાબ કચરો નાંખવામાં આવી રહ્યો છે, આ અંગેના ફોટા પણ વાઇરલ થયા છે. અહીં ગંદકીના કારણે વિદ્યાર્થીઓ તેમજ નજીકમાં રહેતા લોકોમાં રોગચાળો ફેલાય તેવી લોકોમાં દહેશત જોવા મળી રહી છે.

Most Popular

To Top