Business

સુરત 108 ઇમરજન્સીના કર્મચારીઓની માનવતાભરી ઈમાનદારી

સુરતઃ આજના જમાનામાં થોડી રકમ માટે લોકો બેઈમાની કરતા અચકાતા નથી ત્યારે સુરતમાં પ્રમાણિકતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં રાત દિવસ સતત ભાગદોડ કરીને લોકોની જીંદગી બચાવતા ૧૦૮ ઈમરજન્સીના કર્મચારીઓએ બેહોશ દર્દીના હજારો રૂપિયા અને મોબાઈલ ફોન કોઈ પણ લાલચ વિના તે દર્દીને પહોંચે તે રીતે નવી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જમા કરાવ્યા હતા.

  • ૧૦૮ના સ્ટાફે બેહોશ દર્દીના ગજવામાંથી મળી આવેલા ૫૮ હજાર અને મોબાઈલ ફોન નવી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જમા કરાવી ઈમાનદારી અને માનવતા મરી પરવારી નહીં હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે તા. ૨૫ જાન્યુઆરીની રાત્રીના રોજ સુરત ૧૦૮ના રાંદેર લોકેશનને ઉગત વિસ્તારનો કોલ મળ્યો હતો. જેમાં 58 વર્ષ ના એક દર્દી બેભાન છે તેવું જાણવા મળ્યું હતું. ઇએમટી શબ્બીર બેલીમ અને પાઇલોટ તેજસ ભાઈ ઘટના સ્થળ પર દોડી ગયા હતા. ઇએમટી શબ્બીર એ જણાવ્યું કે અમે ઘટના સ્થળે જઇ ને તપાસ કરતા એક ભાઈ બેભાન હાલતમાં હતા. તેમના શ્વાસ અને હદય બંધ થઈ ગયા હતાં. અમે તત્કાલિક એમ્બ્યુલન્સ માં લઇ ને ઓક્સિજન અને CPR આપ્યું હતું અને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના CMO એ તે દર્દીને મૃત જાહેર કર્યા હતા.

વધુ વિગત પ્રમાણે દર્દી સાથે તેમના કોઈ સગા વ્હાલા ન હતા. 108 ના ઇએમટી પાઇલોટએ દર્દીના ખિસ્સા ચેક કરતા તેમનું આઈડી પ્રુફ મળી આવ્યું હતું. તે ઉપરાંત દર્દીના ખિસ્સામાંથી 50હજાર 650રૂપિયા નવા દર ની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત 7હજાર 500રૂપિયાની જુના દરની 500ની નોટો મળી આવી હતી. ટોટલ 58,150 રોકડ રકમ મળી આવી હતી. તે ઇએમટી શબ્બીર એ પોતાની પાસે લઈ ને સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીમાં ફરજ પરના પોલીસ હેડ કોસ્ટેબલ રઘુવુરસિંહ ને જમા કરાવી હતી.

108 ની ટીમે માનવતા મરી પરવારી નથી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 108 ના કર્મચારીઓ નૈતિકતા જોઈને સિવિલ હોસ્પિટલ ના CMO અને પોલીસ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. સુરત 108 પૉગ્રામ મેનેજર જિતેન્દ્ર શાહી સર અને ઇએમઇ રોશન દેસાઈ સર ઇએમટી શબ્બીર બેલીમ અને તેજસભાઈ ની ઈમાનદારી અને કામદારી ને બિરદાવી હતી.

Most Popular

To Top