National

એકનાથ શિંદે બળવાખોર ધારાસભ્યો સાથે ગોવા જવા રવાના, ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ અરજી પર સાંજે સુનાવણી

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય(Political) સંકટ(Crisis) વધુ ઘેરું બનતું દેખાઈ રહ્યું છે. આ રાજકીય સંકટ વચ્ચે હવે ભાજપ”(BJP)ના નેતા દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) ઉદ્ધવ સરકાર(Uddhav Government) સામે અવિશ્વાસનો પ્રસ્તાવ( No Confidence proposal)મુક્યો છે. તેઓએ આ મામલે પત્ર લખીને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને આપ્યો હતો. ત્યાર પછી રાજ્યપાલે ગુરુવાર સવારે વિશેષ સત્ર ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. પરંતુ ઉદ્ધવ સરકારે આ ફ્લોર ટેસ્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી મંજુર કરવામાં આવી છે. સાંજે પાંચ વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે. શિવસેના વતી અભિષેક મનુ સિંઘવીની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ મામલાને સમજે છે અને પોતાની ફરજ નિભાવશે.

શિંદેના વકીલે કર્યો અરજીની વિરોધ
બીજી તરફ શિંદે જૂથના વકીલ નીરજ કિશન કૌલે શિવસેનાની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ સત્ર અને ફ્લોર ટેસ્ટ બોલાવવો એ ગૃહનો મામલો છે. કોર્ટે આમાં દખલ ન કરવી જોઈએ. સિંઘવી કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરંતુ કોર્ટે તેમની દલીલો સ્વીકારી ન હતી. શિંદેના વકીલ નીરજ કિશન કૌલે કહ્યું કે આજે સાંજે આ મામલે સુનાવણી કરવાની જરૂર નથી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલે આજે સુનાવણી કરીશું. SCએ સિંઘવીને કહ્યું કે આ મામલે આજે સાંજે 5 વાગ્યે સુનાવણી થશે. અરજીની નકલ તમામ પક્ષકારોને બપોરે 3 વાગ્યા સુધીમાં આપી દો.

શિંદે જૂથ આજે આવી શકે છે મુંબઈ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે બુધવારે રેડિસન બ્લુ હોટેલથી કામાખ્યા મંદિરનાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે 3 થી 4 ધારાસભ્યો પણ હાજર હતા. મંદિરમાં, શિંદેએ આરતીમાં ભાગ લીધો અને પૂજા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બળવાખોર ધારાસભ્યોને ગુવાહાટીથી પહેલા ગોવા અને ત્યાર બાદ મુંબઈ લવાશે. આ માટે ગોવાની તાજ કન્વેન્શ હોટલમાં 71 રૂમ પણ બૂક કરાયા છે. તેઓ હાલમાં ગુવાહાટીથી ગોવા આવવા માટે રવાના થઈ ગયા છે.

પુરનાં સંકટમાં ફસાયેલા લોકોને બળવાખોર ધારાસભ્યોની મદદ
આસામ જ્યાં મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો રોકાયા છે, ત્યાં આહાલમાં પુરની સ્થિતિ છે. જેમાં અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ગુવાહાટી છોડતા પહેલા બળવાખોર ધારાસભ્યોએ આસામ સીએમ રિલીફ ફંડમાં 51 લાખ રૂપિયાની મદદ કરી છે. આ રકમ પૂર પીડિતોની મદદ માટે આપવામાં આવી છે.

Most Popular

To Top