Columns

હાયમનો પ્લાસ્ટીની ડિમાન્ડ હવે વધી રહી છે

આજના સ્માર્ટ જમાનામાં પણ સ્ત્રીઓના કૌમાર્યને હજી પણ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ સ્ત્રીના કૌમાર્યને ફક્ત એક બારીક પડદા સાથે જોડીને જોવામાં આવે તો તે ખોટું છે. કારણ કે સ્ત્રીઓના ખાનગી ભાગની પટલ ખૂબ પાતળી હોય છે. તેથી જ કેટલીક વખત રમતગમત દરમિયાન અથવા તે શારીરિક શ્રમને કારણે પણ તૂટી પડે છે.

જો કૌમાર્યને યોગ્ય શબ્દોમાં વ્યક્ત કરવામાં આવે તો તેનો અર્થ એ છે કે જ્યારે કોઈ સ્ત્રીને જાતીય સંબંધના રહેલ હોય તે. સામાન્ય રીતે માન્યતા છે કે જ્યારે સ્ત્રી પ્રથમ વખત સંબંધ બનાવે, ત્યારે તેનો યોનિપટલ તૂટતો હોય છે અને એના કારણે સ્ત્રીને ખૂબ જ લોહી નીકળતું હોય છે. પરંતુ એનો અર્થ એવો નથી તે કે પ્રથમ સમાગમ વખતે સ્ત્રીને લોહી ના નીકળે તો એને ભૂતકાળમાં સેક્સ માણેલ હશે.

પરંતુ અમુક યુવતીઓને લગ્ન પહેલા જાતીય સંબંધ રહેલા હોય છે. એમને મનમાં ડર હોય છે કે જો પ્રથમ રાત્રે મને લોહી ન નીકળે, તો મારા પતિને મારા ભૂતકાળ વિશે ખબર પડી જશે. આવી સ્ત્રીઓ પોતાની વર્જિનિટીને પુન:સ્થાપિત કરવવા ડોક્ટર પાસે આવતી હોય છે. મારું માનવું છે કે આ ડર પાછળ સામાજિક અને સાંસ્કૃતિક વલણ વધુ જવાબદાર છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતમાં પણ છેલ્લાં અમુક સમયથી વર્જિનિટી પરત મેળવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આજકાલના સમયમાં પ્રીમેરિટલ – સેક્સ સામાન્ય બાબત બનતી જાય છે. જો કે છોકરાઓને આમા કોઈ સમસ્યા આવતી નથી પણ છોકરીઓ માટે સમાજે 21મી સદીમાં પણ ઘણી બધી ધારણાઓ બાંધી રાખી છે. લગ્નની પહેલી રાત્રે લોહી નીકળે તો જ યુવતી કુંવારીની ગેરમાન્યતા ફેલાયેલી છે. આશ્ચર્યની વાત એ છે કે આવી ગેરમાન્યતા ફક્ત સામાન્ય કે ઓછું ભણેલાં વર્ગમાં જ નહીં પરંતુ વેલ ક્વોલિફાઇડ ક્લાસમાં પણ જોવા મળે છે. આ બધાની વચ્ચે આજની યુવતીઓ આગળ જતાં કોઈ સમસ્યા ના આવે, એટલે હાયમનો પ્લાસ્ટી એટલે સામાન્ય ભાષામાં વર્જિનિટી પરત મેળવવાની સર્જરી કરાવવા લાગી છે.

વાચક મિત્રો, મારે આજે હાયમનો પ્લાસ્ટી એટલે કે વર્જિનિટી પરત મેળવવાની સર્જરી અંગે વિગતવાર માહિતી આપવી છે તેમજ આને લઈને સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે પણ વાત કરવી છે.

ઘણી વખત યુવતીઓએ પ્રીમેરિટલ રિલેશન (લગ્ન પહેલાં સંબંધ) રાખેલો હોય. એના હિસાબે મનમાં ડર હોય કે જ્યારે મારા લગ્ન થશે તો ફર્સ્ટ નાઇટમાં હસબન્ડને ખબર પડી જશે કે મેં પહેલાં સંબંધ બાંધેલા છે. તેને કારણે યુવતીઓ ઘણીવાર મનમાં ને મનમાં ડરતી હોય છે. આ જ કારણે તે હાયમન રિક્રિએટ કરવા હોસ્પિટલમાં આવતી હોય છે. હાયમન એ બહુ જ નાનો બારીક પડદો હોય છે. એ ઘણી વાર કોઈ પણ કારણસર તૂટી જતો હોય છે. દોડતા, સાયકલિંગ કરતા કે દોરડા કૂદતા કે ઘોડેસવારી કરો તો પણ તૂટી શકે છે. જ્યારે પહેલી જાતીય જીવન બાંધતા હોવ ત્યારે પણ આ પડદો તૂટી જતો હોય છે. આ પડદો દેખાતો હોતો નથી. એટલે યુવતીને મનમાં ડર હોય છે કે આ પડદો તૂટેલાનો અનુભવ કરશે તો એને મારા પહેલાના સંબંધોની ખબર પડી જશે.

મુખ્યત્વે ત્રણ કારણસર મહિલાઓ આ સર્જરી કરાવવા આવે છે :-

1. પહેલું મુખ્ય કારણ એ છે કે જે યુવતીઓને 24 – 25ની ઉંમરે લગ્ન કરવાના થાય, ત્યારે એમના ભાવિ પતિને ખબર પડી જાય કે એ મેરેજ પહેલા યુવતી સેક્સ્યુઅલી એક્ટિવ હતી. આ કારણે સર્જરી કરાવવા છોકરીઓ આવતી હોય છે. 2. બીજી મિડલ એજડ વુમન છે. જે બહેનો 35થી 45 ઉંમરની હોય છે, લગ્ન પછી ડિલિવરી અને બાળક થાય તેના અમુક વર્ષ પછી કપલને એવું લાગે કે એમને સેક્સ્યુઅલી સેટિસફેક્સન નથી મળતું. ઇવન ઘણા હસબન્ડ વાઈફને લઈ આવે છે કે ‘હાયમન રિક્રિએટ કરી આપો.’ એમાં વાઇફને પણ ક્યારેક લાગે કે હું મારાં હસબન્ડને પ્લેઝર નથી આપતી. અમુક કેસમાં વાઇફને ઇનસિક્યોરિટી આવી જાય કે પતિ કોઈ બીજી સ્ત્રી પાસે ના જતા રહે. આવો પણ એક વર્ગ છે. પરંતુ આવા કિસ્સાઓમાં હાયમનો પ્લાસ્ટીનો ફાયદો થતો નથી હોતો, કારણ કે તેમને જરૂર યોનિમાર્ગને સાંકળો કરવાની છે. 3. ત્રીજો વર્ગ એવો છે જેમાં મહિલાઓ માને છે કે એનિવર્સરી કે બર્થ ડે પર હું મારા હસબન્ડને કોઈ ગિફ્ટ આપું. આ પ્રકારના પેશન્ટ હાયમનો પ્લાસ્ટી કે વજાઈના રિજુએશન માટે આવતા હોય છે.

એવું નથી કે કોઈ ખાસ વર્ગની સ્ત્રીઓમાં જ આ સર્જરી કરાવવાનો ક્રેઝ જોવા મળે છે. દરેક ક્લાસમાંથી આવી સર્જરી માટે આવતા હોય છે. આજકાલ એવું નથી રહ્યું કે હાયર ક્લાસ કે મિડલ ક્લાસ. નવયુવતીની ઇન્કમ ફાસ્ટ થઈ ગયેલી હોય છે. એ કમાતી થઈ ગયી હોય છે અને ભણવાની સાથે જ ઘણા લોકો જોબ કરતાં હોય છે. ટૂંકમાં અર્નિંગ પાવર વધી ગયો હોય છે. એટલે ઘરે જાણ કર્યા વગર કે મિત્રની હેલ્પ લીધા વગર પોતાના પૈસે આ સર્જરી કરાવવા આવતી હોય છે. સામાન્ય રીતે બહુ જ ઓછા કિસ્સામાં યુવતી ફેમિલી સાથે આવે. કારણ કે આ વસ્તુ બેડરૂમની 4 દીવાલો વચ્ચે બની હોય છે, જે જલ્દી બહાર આવતી નથી અને કોઈ એકબીજાને કહેતું નથી હોતું. એટલે ફેમિલી મેમ્બરને તો આની જાણ બિલકુલ નથી હોતી. ઘણી વાર બોયફ્રેન્ડ કે ફ્રેન્ડ સાથે આવે.

મનમાં એ પ્રશ્ન થાય કે કઈ ઉંમરની મહિલાઓ આ સર્જરી કરાવતી હશે. સામાન્ય રીતે આ સર્જરી 22થી 26 વર્ષની યુવતીઓ કે જેમના લગ્ન ટૂંક સમયમાં જ થવાના હોય તેવી યુવતીઓ વધારે કરાવતી હોય છે. પરંતુ જેની ઉંમર 40 વર્ષની થઈ હોય એવી સ્ત્રીઓ પણ આવતી હોય છે. એ જુદા કારણસર આવતી હોય છે. એમના લગ્નની 25મી એનિવર્સરી આવતી હોય અને એમને એમ થાય કે મારા હસબન્ડને કઈ ગિફ્ટ આપવી છે. ઘરમાં ગાડી છે, બંગલો છે, બધી જ વસ્તુ છે કોઈ જ વસ્તુની કમી નથી. ફિઝિકલ વસ્તુ આપે તો તેની બહુ કિંમત નથી રહેતી. એટલે એમને એવું થાય કે હું હાયમન રિક્રિએટ કરાવું અને એનિવર્સરીના દિવસે પતિને 25 વર્ષ પહેલા જે રાતનો અનુભવ થયો હતો એ અનુભવ કરાવું તો એના માટે પણ ઘણી સ્ત્રીઓ આવતી હોય છે પણ એનું પ્રમાણ ઓછું હોય છે.

આ સર્જરી કરાવવા ગામડા અને શહેર બંને પ્રકારની યુવતીઓ આવે છે. સમાજમાં એક વર્ગ છે જ્યાં મેરેજની ફર્સ્ટ નાઈટમાં વર્જિનિટીને બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે. એમને એવું લાગે કે ફર્સ્ટ નાઈટમાં તો બ્લીડિંગ થવું (લોહી નીકળવું) જ જોઈએ. કેટલીક કમ્યુનિટીમાં પહેલી રાતે યુવતીના કૌમાર્યનું પરીક્ષણ થાય છે. લગ્નની રાતે બેડ પર સફેદ ચાદર પાથરવામાં આવે છે અને લોહીથી તે લાલ થાય એટલે યુવતીને કુમારિકા હોવાનું માનવામાં આવે છે. આ એ ટોટલી એક મિસકન્સેપ્શન છે. હવેની છોકરીઓ મેન્સ્ટ્રુઅલ કપ કે ટેમ્પુન્સ વાપરે છે.

ઉપરાંત છોકરીઓ સ્પોર્ટ્સમાં ખૂબ જ આગળ છે. જેથી આવી પ્રવૃતિથી હાયમન સ્ટ્રેચ થઈ શકે છે અથવા તૂટી શકે છે. એનો અર્થ એ થયો કે છોકરી વર્જીન છે પણ હાયમન તૂટી ગયું છે. એ જ્યારે પહેલી રાતે સંબંધ રાખે છે તો બ્લીડિંગ નથી થતું તો એનો મતલબ એ નથી કે છોકરી વર્જીન નથી. પરંતુ લોકોમાં એક માન્યતા છે કે પહેલી રાતે પતિ – પત્ની સંબંધ બાંધે તો ફરજિયાત લોહી નીકળવું જોઈએ. આ એક ગેરમાન્યતા છે. આ માન્યતાને કારણે પણ લોકો અમારી પાસે આવે છે કે ‘મને હાયમન ફરી કરી આપો એટલે પહેલી રાત્રે બ્લીડિંગ થાય જ.’

મારી પાસે એક કેસ એવો હતો કે જેમાં એ બહેને પતિથી છૂટાછેડા લીધા હતા અને ફરી લગ્ન કરવાના હતા. એમને હાયમનો પ્લાસ્ટી કરવી હતી. જો કે એણે પતિથી છુપાવ્યું નહોતું કે આ એના બીજા મેરેજ છે. તેમને અંદરથી એવું હતું કે મારા હસબન્ડને હું ફર્સ્ટ નાઇટમા આનંદ આપી શકું. આ કેસમાં એણે છુપાવવા જેવું કઈ નહોતું. એનું કહેવું હતું કે હસબન્ડને ખબર છે કે હું ડિવોર્સી છું, તો પણ મારે એ પ્લેઝર હસબન્ડને આપવું છે. એટલે મારે એ સર્જરી કરાવવી છે.

પુરુષ જ્યારે સંબંધ બાંધે ત્યારે વાઇફને પેઇન થાય અથવા થોડું ઘણું બ્લીડિંગ થાય તો પતિ તેને કૌમાર્યની નિશાની તરીકે જુએ છે. પરંતુ હકીકત એ છે કે યુવતી સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિને ખબર પડતી નથી કે તેણે લગ્ન પહેલા સંબંધ બાંધ્યા છે કે નહીં. ભારતમાં પણ વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે. પાર્ટીઝ, ડ્રિંક્સ અને લગ્ન પહેલાના સંબંધો. એના કારણે હાયમનો પ્લાસ્ટીની ડિમાન્ડ હવે વધી રહી છે. વર્જિનિટી રિક્રિએટ સર્જરી એટલે હાયમનો પ્લાસ્ટી.

એ એક દિવસની સર્જરી હોય છે. એમાં સહેજ ઊંઘની દવા અને લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. દર્દી 2 થી 4 કલાકમાં ઘરે જઈ શકે છે. એમાં બહુ જ પાતળા અને ઓગળી જાય એવા ટાંકા લેવામાં આવે છે. કોઈ રિસ્ક નથી હોતું. દુખાવો બિલકુલ નથી થતો. ઘરે જઈને પેશન્ટ રૂટિન એક્ટિવિટી કરી શકે છે. હિલિંગ સામાન્ય રીતે 3 થી 4 અઠવાડિયામાં થઈ જતું હોય છે. એમાં કોઈ મોટા કોમ્પ્લિકેશન નથી આવતા. સર્જરી પછી ભાગ્યે જ કોઈ દર્દીને ઇન્ફેક્શન થાય. જો કે કોઈ પણ સર્જીકલ પ્રોસિજરમાં એ શક્યતા હોય છે. હાયમન બનાવ્યા પછી 3 થી 4 વીક સંબંધ નહીં રાખવાની સલાહ ડોક્ટર આપતા હોય છે. એ હિલિંગ પિરિયડ હોય છે. અમદાવાદમા આ સર્જરીની એવરેજ કિંમત 25થી 50 હજાર સુધીની રહે છે.

આ ગાયનેક કોસ્મેટિક સર્જરી છે. કોસ્મેટિક સર્જરી અનિવાર્ય નથી હોતી. એ દર્દીની મરજી ઉપર છે. એ જ રીતે હાયમનો પ્લાસ્ટી પણ દર્દીની મરજી ઉપર જ છે. એનાથી કોઈ નુકસાન થતું નથી. એ ખૂબ જ સરળ હોય છે. પેશન્ટને કોઈ તકલીફ નથી પડતી. જ્યારે કોઈ માન્યતાને લઈને આ સર્જરી કરાવવામાં તો એટલું જરૂર કહી શકાય કે પુરુષવર્ગનું માઇન્ડ સેટ ચેન્જ થવું જોઈએ. હાયમન શુડ નોટ ઓન્લી બી ધ ક્રાઇટેરિયા ઓફ વર્જિનિટી. હું દરેક પેશન્ટને એક જ વસ્તુ કહું છું કે ડોન્ટ મેક બિગ ઇશ્યૂ ફોર અ સ્મોલ ટીશ્યુ. એ બહુ નાનો બારીક પડદો છે.

એ તમારા શરીરમાં હોય કે ના હોય એનાથી તમારા જાતીય આનંદમાં કે પતિના જાતીય આનંદમાં કોઈ ફરક નથી પડતો. એ ખાલી મનમાં ડર છે કે મારા હસબન્ડને પહેલી રાતે ખબર પડી જશે તો શું થશે? હું કાયમ એમ જ કહું છું કે હાયમન તૂટેલું હોય તો જાતીય જીવન બાંધેલું હોય એ જરૂરી નથી. ઘણી વખત એવું પણ બને છે કે અમુક સ્ત્રીઓ જાતીય સંબંધ રેગ્યુલર બાંધે છે. હાયમન અકબંધ છે અને પ્રેગનન્સી પણ રહી ગઈ હોય છે. કારણ કે ઘણી વખત હાયમન બહુ જાડું હોય તો સિમેન સાઈડના રસ્તેથી જતું રહે છે અને પ્રેગનન્સી રહી જાય છે. યાદ રાખો કે હાયમન એ વર્જિનિટીનું પ્રમાણપત્ર નથી.

Most Popular

To Top