Gujarat

રથયાત્રા પહેલા કેમ બાંધવામાં આવે છે ભગવાન જગન્નાથની આંખો પર પાટા?

અમદાવાદ: રાજ્યમાં કોરોના (Corona) કાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની (Lord Jagannath) 145મી રથયાત્રાનું (Rathyatra) આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે રથયાત્રા નીકળવાના બે દિવસ પહેલા નેત્રોત્સવની વિધિ (Netrotsav ritual) કરવામાં આવે છે. આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ છે. ત્યારે નેત્રોત્સવ પહેલા આજે વહેલી સવારે ભગવાનને ગર્ભગૃહમાં બેસડાવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ નેત્રોત્સવ વિધિ શરૂ થઈ હતી. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામના આંખો પર પાટા બાંધવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ પ્રમુથ સી.આર.પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની પૂજા વિધિ કરી હતી. નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની મહાઆરતી યોજાઈ હતી. મંદિરના મહંત દિલીપદાસજી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનની આરતી ઉતારી હતી.

શું છે નેત્રોત્સવ વિધિ?
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બળદેવ 15 દિવસ પહેલા જ મામાના ઘરે જાય છે. મોસાળે પહોંચ્યા બાદ તેમની આગતાસ્વાગતા કરવામાં આવે છે. જ્યાં તેમને વિવિધ જાતના ભોજન, મિષ્ટાન અને જાંબુ ખવડાવવામાં આવે છે. જ્યાં ભોજન, મિષ્ટાન આરોગ્યા બાદ તેમની આંખો આવી જાય છે. તેથી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ તમામ વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. આ પાટા હવે અષાઢી બીજના દિવસે જ ખોલવામાં આવે છે.

નેત્રોત્સવની વિધિ બાદ  ધ્વજારોહણ વિધિ કરવામાં આવે છે.  ત્યારબાદ મંદિર પર પીળા કલરની ધજા લગાવવામાં આવે છે. ધ્વજારોહ બાદ પૂજા અને મહા આરતી કરવામાં આવે છે. અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જમાલપુર જગન્નાથ મંદિરે દેશભરમાંથી અને રાજ્યમાંથી આવેલા સાધુ સંતોનો અન્ન ભંડારો યોજાતો હોય છે. આ સાથે જ લાખો ભાવિક ભક્તો ભંડારાનો લાભ લેશે. કોરોનાના બે વર્ષ બાદ ભંડારો યોજાયો છે. આ ભંડારામાં વિવિધ જાતના ભોજનનો રસથાળ પીરસવામાં આવશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ ભંડારામાં હાજર રહેશે. અંદાજે 20000 લોકો આ ભંડારામાં ભાગ લેશે.

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાની સુરક્ષા માટે 25000 પોલીસનું રિહર્સલ
અમદાવાદ: અમદાવાદમાં આગામી 1 જુલાઈ-22ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઇ મંગળવારે ગૃહ વિભાગ-અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેની સમીક્ષા કરાઈ હતી, અને રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું. એક સાથે 25,000 પોલીસકર્મીઓએ રથયાત્રાના બંદોબસ્તનું રિહર્સલ કર્યું હતું. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જમાલપુર દરવાજાથી ખમાસા મનપા કચેરી સુધી પગપાળા ચાલતા નીકળ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

Most Popular

To Top