Entertainment

“ટાઈગર ઠીક તો હે ના!” સની દેઓલના દિકરાના લગ્નમાં સલમાન ખાનને જોઇ ચાહકોમાં ચિંતા

મુંબઇ: સની દેઓલના (Sunny Deol) દિકરા કરણ દેઓલ 18 જૂને દ્રિશા આચાર્ય સાથે લગ્ન સંબંધમાં બંધાયો છે. લગ્ન થયા બાદ સાંજે મુંબઇમાં (Mumbai) તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં રિસેપ્શન (Reception) રાખવામાં આવ્યુ હતું. જ્યાં બોલીવુડના (Bollywood) ઘણા સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા. જેમાં સલમાન ખાન, આમિર ખાન. કપિલ શર્મા, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, અનુપમ ખેર તેમજ અન્ય સેલિબ્રિટીઓ (Celebrities) પણ આવ્યા હતા. સોશિયલ મીડિયા (Social Media) પર બધે જ રિસેપ્શનના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે સલમાન ખાનનો ફોટો ચર્ચા જગાવી રહ્યો છે.

રિસેપ્શનમાં સલમાન ખાન બ્લેક સૂટબૂટમાં જોવા મળ્યો હતો. સલમાન ખાનને જોઈને તેમના ફેન્સને તેમની ચિંતા થઈ રહી છે. કરણ દેઓલના લગ્નના રિસેપ્શનમાં સુપરસ્ટાર સલમાન ખાને ચાહકોનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ અભિનેતાના દેખાવ કરતાં વધુ તેમની આંખોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેતાની સૂજી ગયેલી આંખો જોઈને ચાહકોને તેની ચિંતા થવા લાગી છે.

સલમાન ખાન માટે ચાહકોએ ચિંતા વ્યક્ત કરી
સલમાન કરણ દેઓલના વેડિંગ રિસેપ્શન વેન્યુ પર ઓલ બ્લેક સૂટ પહેરીને ઉભા રહેલા પાપારાઝી માટે પોઝ આપતા મળ્યા હતા. જો કે, સૌનું ધ્યાન ખેંચનારી વાત એ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો અને વીડિયોમાં સલમાનની આંખો ખરાબ રીતે સૂજેલી જોવી મળી રહી છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા, ભાઈજાનના ચાહકોએ તેમની આંખો વિશે તેમની ચિંતા વ્યક્ત કરી અને પોસ્ટના ટિપ્પણી વિભાગમાં અભિનેતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. જ્યારે એક પ્રશંસકે લખ્યું, “ભાઈજાનની આંખોને શું થયું છે?”, બીજાએ ટિપ્પણી કરી, “તે ખૂબ જ થાકી ગયેલા લાગે છે.”

શો બિગ બોસમાં ચશ્મા પહેર્યા હતા
મળતી માહિતી મુજબ સલમાન ખાન આ દિવસોમાં લોકપ્રિય શો બિગ બોસની શૂટિંગમાં વ્યસ્ત છે. જેની શરૂઆત 17 જૂન 2023થી થઈ છે. શોના પહેલા એપિસોડમાં તેમણે ચશ્મા પહેરીને આંખો છુપાવી હતી. હવે તેમનો આ વીડિયો જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તેમની આંખોમાં સોજો આવી ગયો હશે, તેથી જ સલમાને ચશ્મા પહેર્યા હતા. લોકો એવી પણ અટકળો કરી રહ્યાં છે કે શું સલમાન ખાન સમગ્ર બીગબોસમાં ચશ્મા પહેરશે કે પછી આ સલમાન ખાનનો બિગબોસમાં ચશ્મા સાથેનો નવો લુક હશે.

Most Popular

To Top