Sports

ફરી એકવાર આરસીબીના ઓરતા અઘૂરાં રહ્યાં, રાજસ્થાન ફાઈનલમાં

અમદાવાદ : આઇપીએલની (IPL) આજે અહીં રમાયેલી બીજી ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સના બોલરોની અંકુશિત બોલિંગને પ્રતાપે રજત પાટીદારની અર્ધશતકીય ઇનિંગ છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 8 વિકેટે 157 રનના સ્કોર સુધી જ પહોંચીને મૂકેલા 158 રનના લક્ષ્યાંકને રાજસ્થાન રોયલ્સે જોસ બટલરની નોટઆઉટ સદીની મદદથી 18.1 ઓવરમાં જ 3 વિકેટના ભોગે કબજે કરીને 7 વિકેટે જીત મેળવવા સાથે 2008 પછી પહેલીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

રાજસ્થાન રોયલ્સ વતી જોશ બટલરે નોટઆઉટ સદી ફટકારીને એન્કરની ભૂમિકા ભજવી હતી. બટલરે પહેલા યશસ્વી જયસ્વાલ સાથે 61 અને તે પછી સંજૂ સેમસન સાથે 52 રનની ભાગીદારી કરી હતી અને તે એકલા હાથે જ રાજસ્થાનને જીત સુધી દોરી ગયો હતો.

આ પહેલા ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી આરસીબીએ બીજી ઓવરમાં જ વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દેતા શરૂઆત ખરાબ રહી હતી. જો કે તે પછી ફાફ ડુ પ્લેસિસ અને પાટીદારની વચ્ચે 70 રનની ભાગીદારી થઇ હતી. ડુ પ્લેસિસ 25 રન કરીને આઉટ થયો હતો. મેક્સવેલ પણ 24 રન કરીને આઉટ થયો હતો અને પાટીદાર 58 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 15.3 ઓવરમાં 4 વિકેટે 130 રન હતો અને તે પછી બાકીની 4.3 ઓવરમાં આરસીબી માત્ર 27 રન ઉમેરી શક્યું હતું અને તેની વધારાની ચાર વિકેટ પડી હતી. આરસીબી વતી માત્ર ચાર ખેલાડી બે આંકડે પહોંચી શક્યા હતા. ઓબેદ મેકોય અને પ્રસિદ્ધ કૃષ્ણા બંનેએ 3-3 વિકેટ ઉપાડી હતી.પાડી હતી.

Most Popular

To Top