SURAT

સુરતના રિંગરોડ પર ન્યુ ઇન્ડિયા સ્પા અને સલાબતપુરામાં સ્પાની આડમાં ચાલતું હતું..

સુરત : સલામત ગણાતા ગુજરાત (Gujarat)માં હવે ગુનાઓના આકડાઓ ખુબ જ વધી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને સુરત શહેરમાં તો છેલ્લા કેટલાય સમયથી સ્પા (Spa)ની આડમાં ચાલી રહેલા દેહવ્યાપાર (Prostitution)ના ધંધાનો પર્દાફાશ થઈ રહ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં કેટલાય સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના ઝડપી પાડ્યા છે. ત્યારે એવી જ વધુ એક ઘટના સામે આવી છે. શહેરમાં પોલીસ (Police) દ્વારા સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના ઉપર રેડ કરવાની કાર્યવાહી તેજ ચાલી રહી છે. ત્યારે અઠવા પોલીસે રીંગરોડ (Ringroad) પર ન્યુ ઇન્ડિયા સ્પા અને એસઓજીએ સલાબતપુરા (Salabatpura) ખાતે સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ ઝડપી પાડ્યું હતું.

અઠવા પોલીસની ટીમને ઉધના દરવાજા પાસે મદ્રાસ કાફેની ઉપર ત્રીજા માળે “ન્યુ ઈન્ડિયન સ્પા”ના માલિક રોહિત જયબહાદુર સિંઘ મસાજના નામે લલનાઓ રાખી, મસાજના નામે ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ, શરીર સુખ માણવાની સવલતો પુરી પાડતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ કરીને સંચાલક રૂમાબેન હરધન રિશિદાસ તથા ગ્રાહક મોહમ્મદ રઈશ જરૂલસનને પકડી પાડ્યો હતો. સ્પામાંથી રોક્ડા 7 હજાર, મોબાઈલ ફોન મળી કુલ 12 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલા સંચાલક તથા ગ્રાહક તેમજ મળી આવેલા 5 મહિલાઓની વધુ પુછપરછ હાથ ધરાઈ હતી. તથા સ્પાના માલિક રોહિત જયબહાદુર સિંઘને વોન્ટેડ જાહેર કર્યો હતો.

  • અઠવામાં પકડાયેલા સંચાલક તથા ગ્રાહક તેમજ મળી આવેલા 5 મહિલાઓની પુછપરછ હાથ ધરાઈ
  • એસઓજીએ ત્રણ મહિલા અને સ્પા સંચાલક ધરપકડ કરી
  • શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર રેડ કરવાની પોલીસની કાર્યવાહી તેજ
  • એસઓજીની ટીમે બાતમીના આધારે મસાજ પાર્લરમાં રેઇડ કરવા ટ્રેપ ગોઠવી મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનામાં રેઇડ કરી

એસઓજીની ટીમે બાતમીના આધારે મસાજ પાર્લરમાં રેઇડ કરવા ટ્રેપ ગોઠવી મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનામાં રેઇડ કરી હતી. ત્યાં ત્રણ લલનાઓ મળી આવી હતી. તથા સ્પા સંચાલક સત્યબાન ધોબા સ્વાંઈ , ઉદલકુમાર રામજીત ચમાર તથા હેમંતસિંહ બચ્ચરાજસિંહ રાજપુત ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ મળી 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ ત્રણેય મહિલાઓ અને સ્પા સંચાલકની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓએ જણાવેલું કે, તેમની સ્પાના માલિક તથા તેના ભાગીદાર સ્પાની આડમાં કુટણખાનુ ચલાવે છે.

Most Popular

To Top