Charchapatra

લોકોએ શું ખાવું, ન ખાવું શું સરકારે નકકી કરવાનું?

તાજેતરમાં જ અખબારોમાં સમાચારો પ્રગટ થયા. ઠેર ઠેર રસ્તાની બાજુએ મૂકવામાં આવેલા લારી -ગલ્લાઓ માટે આવી લારીઓ ઉપર ખાદ્ય પદાર્થોની દરેક જાતની વસ્તુઓ ચટાકેદાર સ્વાદવાળી મળતી હોય છે. હવે સરકારે નકકી કરવાનું કે, લોકોએ  (મતદારો) શું ખાવું, શું પીવું? હમણાં જ કેટલાક દિવસથી પ્રસિધ્ધ થયેલા સમાચાર વાંચી સાનંદાશ્ચર્ય થયું? કહેવાતા નવા ફતવા – હુકમ એક મંત્રી કરે છે  અને બીજા ભાજપ અગ્રણી અને મુખ્ય મંત્રી સુદ્ધાં રદિયો આપે છે કે દેશમાં લોકોએ શું ખાવું અને શું પીવું તે નકકી કરવાનો તેમનો પોતાનો અધિકાર છે. મુખ્યમંત્રીએ ચોખ્ખો ખુલાસો કર્યો છે કે લોકોએ વેજીટેરિયન ખાવું કે નોન-વેજ ખાવું તે સરકાર નકકી કરી ન શકે. લારીઓ ગરીબ લોકો માટે ગુજરાન ચલાવવાનું સાધન છે. સામાન્ય નાગરિકો ઉપર ચારે તરફથી તેમની સ્વતંત્રતા ઉપર તરાપ મારવી શું વ્યાજબી છે? સ્વતંત્ર લોકશાહીના દેશભરમાં જીવનસમુદાયને પોતપોતાની રીતે સુખ સમૃધ્ધિમાં, આનંદમાં જિંદગી જીવવાનો હક છે. આજે ભારતભરમાં વિભિન્ન જાતિ સમુદાયનાં વસતા લોકોનો દેશ છે.

મનપસંદ મરજી મુજબ પોતાની અભિરુચિ પ્રમાણે આહાર – વિહાર (આરોગી) શકે  મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખના વિચારો આમ જુઓ તો માનવીય અભિગમના છે. પ્રવાસમંત્રીએ યાત્રાધામોમાં આવી – લારી દુકાન બંધ કરાવવાનું કહ્યું. કદાચ કહી શકાય પરંતુ સરકારમાં પણ  બધા મંત્રીઓ – અધિકારીઓ સર્વસંમત નિર્ણય શું ન હોવો જોઇએ? જો કે સ્વચ્છતાનું વિચારીએ તો કેટલાક નિર્ણય અને પગલાં મહત્ત્વનાં હોય છે. ગંદકી કે દુર્ગંધ ન ફેલાય તેના માટે ખાસ તકેદારીની જરૂર છે. વિકાસ પ્રગતિ અને ખૂબ જ ચેતનવંતી સરકાર છે છતાં તેમાં વળી બે ભાગ બે વિચારધારાની વજૂદ વગરની ટકકરબાજી નકામી છે. આપણે  કોઇને પેટ પૂરવા શાક રોટલો આપી શકતા નથી ત્યારે તેમના હાથમાં આવેલ કોળિયાને ઝૂંટવી લેવો શું વ્યાજબી છે? તઘલખી નિર્ણયોને પુન: વિચારવાની જરૂર છે. અંતે સાચી અને મહત્ત્વની બાબત લોકોને સમજાવવાની જરૂર છે.
ધરમપુર   – રાયસીંગ ડી. વળવી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top