Charchapatra

ટ્રાફિક જામ!

આપણે ઘરેથી નક્કી કરેલા સ્થળે જવા નીકળીએ અને જો રસ્તામાં આપણને અણધાર્યો ટ્રાફિક નડે અને એ ટ્રાફિકમાં આપણે કલાકો સુધી ફસાઈ જઈએ તો સ્વાભાવિકપણે આપણને ગુસ્સો આવે , અકળામણ અનુભવાય.છતાં આપણે એ વાતનો સ્વીકાર કરીએ છીએ કે રસ્તા ઉપર ક્યારેક તો ટ્રાફિક નડે જ! પણ એ ટ્રાફિક માં આપણે વારંવાર હોર્ન તો મારતા રહીએ જ છીએ. તો મિત્રો, આ વાહનોના ટ્રાફિકની જેમ માનવીની જિંદગીના હાઇવે ઉપર પણ અવારનવાર ટ્રાફિક જામ થાય છે. દુઃખો , સમસ્યાઓ ,ચિંતાઓ , તાણ , નકારાત્મકતા, ડર , સંતોષનો અભાવ, પડતીઓ વગેરે જેવાં વિકારોનો ટ્રાફિક જામ આપણા જીવનમાં થાય છે.પણ રસ્તા ઉપર આપણે જો ટ્રાફિકમાં સપડાઈ જઈએ તો આપણે કદાચ સતત હોર્ન મારીએ છીએ. પણ શું જ્યારે આપણા જીવનમાં ઉપરોક્ત વિકારોનો ટ્રાફિક સર્જાય છે ત્યારે તેને દૂર કરવા આપણે તેને સતત હોર્ન મારીએ છીએ? આપણે જાણીએ છીએ કે જો રસ્તા ઉપર ટ્રાફિક ના મળે તો મુસાફરીનો આનંદ આવી જાય અને નક્કી કરેલા સ્થળે સમયસર પહોંચાય. પણ શું આપણે આપણા જીવનનો ટ્રાફિક દૂર કરીને જીવનયાત્રાની  મઝા લેવાનો પ્રયાસ કરીએ છીએ? શું આપણે આપણી મંઝિલને અવરોધતો ટ્રાફિક દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ? તો મિત્રો , આપણે આપણા જીવનનો ટ્રાફિક જામ હળવો કરીને અકળામણમાંથી બહાર આવવું જોઇએ.
ભરૂચ     – સૈયદ માહનુર        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top