Business

શેર માર્કેટ સતત મંદીના માહોલમાં : આજે સેન્સેક્સ રહ્યો ફરી ડાઉન, ગગડીને પહોંચ્યો આટલી નીચીલી સપાટીએ

નવી દિલ્હી : ભારે ઉથલ પાથલ વચ્ચે ગુરુવારે શેર બજાર (Share Market) બંધ થયું હતું. છેલ્લા એક અઠવાડીયાથી માર્કેટમાં મંદીનો માહોલ છવાઈ ગયો છે. એવામાં ફરી એકવાર સેન્સેક્સ (Sensex) ભારે અંકોથી ડાઉન (Down) રહ્યો હતો. માર્કેટ ઉપર આજે નજર કરીએતો સેન્સેક્સ 147 પોઇન્ટ જેટલો નીચે સરકીને 59,958 ઉપર જઈને બંધ થયો હતો.બીજી તરફ નિફટી (Nifty) 40 અંક નીચે રહેતા 18,796 રહી કારોબાર બંધ કર્યો હતો.

આ આંકડા બજારને હજુ પ્રભાવિત કરશે
નિષ્ણાતોના મતે વૈશ્વિક પ્રવાહો, રૂપિયાની ચાલ, બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી ફંડનો ટ્રેન્ડ પણ બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. શેર માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રિમાસિક પરિણામોની સિઝન આઇટી કંપનીઓ સાથે શરૂ થશે. ટીસીએસ, ઇન્ફોસિસ અને એચસીએલ ટેક્નોલોજી સપ્તાહ દરમિયાન તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. ગયા અઠવાડિયે, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 940.37 અથવા 1.55 ટકાના નુકસાન સાથે પૂર્ણ થયો હતો તો આ તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 245.85 પોઈન્ટ અથવા 1.6 ટકા તૂટ્યો હતો.

નવા વર્ષની શરૂઆત સાવધાનીપૂર્વક કરો
શેર માર્કેટના નિષ્ણાતોનું વૈશ્વિક પરિસ્થિતિને લઇને માનવું છે કે ભારતીય શેરબજારોએ નવા વર્ષની શરૂઆત સાવધાનીપૂર્વક કરવી જોઈએ . બજારોમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે. જે ગયા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં હતો. તેમણે કહ્યું કે ફુગાવો અને વિદેશી ભંડોળના સતત આઉટફ્લોએ બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ ઓપન માર્કેટ કમિટી મીટિંગની મિનિટ્સ જાહેર કરવાથી રોકાણકારોની જોખમની ભૂખ પર અસર પડી છે. આ વિગતે 2023માં વ્યાજ દરોમાં વધુ વધારો સૂચવ્યો છે. નાયરે જણાવ્યું હતું કે આ અઠવાડિયે IT ક્ષેત્રની કંપનીઓ ટીસીએસ,ઇન્ફોસિસ એચસીએલ ટેકનો અને વિપ્રો તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે. બીજી તરફ 12 જાન્યુઆરીએ IIP અને CPIના આંકડાઓ પણ આવશે.

રોકાણકારો કંપનીઓના પરિણામો પર નજર રાખે છે
વધુમાં શેર માર્કેટના સૂત્રોનું કહેવું છે કે સ્થાનિક પરિબળો સિવાય તમામની નજર વૈશ્વિક બજારના વલણ પર રહેશે. સેમકો સિક્યોરિટીઝના માર્કેટ આઉટલૂકના વડા અપૂર્વ સેઠે જણાવ્યું હતું કે આ સપ્તાહના બજારના સહભાગીઓ યુએસ અને ચીનના ફુગાવાના ડેટા પર નજર રાખશે. તો આ તરફ ઘરેલું મોરચે ત્રીજા ક્વાર્ટરના પરિણામોની સિઝન આઇટી કંપનીઓ સાથે શરૂ થશે.

Most Popular

To Top