Gujarat

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ધુમ્મસની ચાદરમાં ઢંકાયું: જીરૂ, કેરીના પાકમાં નુકસાનની ભીતિ

રાજકોટ: સમગ્ર રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું શરુ થઇ ગયું છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. જો કે આ વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. જો કમોસમી વરસાદ પડશે તો સૌથી વધુ જીરાના પાકને નુક્શાના થશે તેમજ કેરીનાં પાકને પણ મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

  • રાજકોટમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું
  • સૌરાષ્ટ્રમાં આજથી ઠંડી વધશે, પારો 10 ડિગ્રી સુધી પહોંચી જશે
  • કમોસમી વરસાદની આગાહીથી શિયાળુ પાકમાં નુકશાનની ભીંતી

રાજકોટ, જસદણ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં ઘટાડો થતા ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. ધુમ્મસનાં પગલે રાજકોટ તેમજ જસદણ અને તેના આટકોટ,વીરનગર સહિતના ગામડાઓ ગાઢ ધુમ્મ્સની અંદર ઢંકાઈ ગયા હતા. ધુમ્મસનાં કાર્રને રોડ-રસ્તા પણ ભીના થઇ ગયા હતા. ધુમ્મસનાં કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. ધુમ્મસનાં કારણે વિઝીબીઇલીટી ઘટતા વાહન ચાલકો ગાડીની હેડલાઈટ ચાલુ કરી ગાડી હંકારી હતી.

ગાઢ ધુમ્મસના કારણે શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ
ગાઢ ધુમ્મસના કારણે શિયાળુ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જીરાના પાકને નુકશાન પહોંચે એવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેના કારણે કેરીનાં પાકને પણ નુકશાન પહોંચે એવી ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી શિયાળામાં દર વર્ષે કમોસમી વરસાદ પડે છે. જો કે આજથી શનિવાર સુધી ઠંડીનું જોર રહેશે. હાલ સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો પારો ડબલ ડિજિટમાં જોવા મળે છે. અત્યારે પવન નોર્થ વેસ્ટ તરફથી ફૂંકાઇ રહ્યો છે. હિમાલયમાં હિમવર્ષાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની આગાહી છે. જે આગામી બેથી ત્રણ દિવસ રહેશે.

ઉત્તરાયણ પૂર્વે ઠંડી વધશે, 24 કલાક પછી રાજયમાં ઠંડીનો પારો 5 ડિગ્રી નીચે ઉતરી જશે
ઉત્તરાયણ પર્વ પૂર્વે ગુજરાતમાં ફરીથી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થયા તેવી ચેતવણી હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ આપી છે. આગામી 24 કલાક પછી રાજયમાં ઠંડીનો પારો 5 ડિગ્રી સુધી નીચે ઉતરી જાય તેવી ચેતવણી ઈશ્યુ કરાઈ છે. રાજયમાં સૌરાષ્ટ્રમાં રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધ્યુ હતું. ખાસકરીને કચ્છમાં ફરીથી શીત લહેરની અસર જોવા મળી રહી છે. કચ્છના નલિયામાં 9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં ઉત્તરાયણ પર્વ 20થી 25મી કિમીની ઝડપે પવન ફૂંકાશે.

Most Popular

To Top