Vadodara

‘શકુની મામા’ માપમાં રહેજો : લખન દરબાર

       પાદરા: પાદરામાં પૂર્વ ધારાસભ્ય દિનુમામા તેમજ વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર બંને વચ્ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે પાદરામાં આશીર્વાદ હોટલ ખાતે યુવા સેના ગુજરાતના અધ્યક્ષ લખન દરબાર  દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી દિનુમામા શકુની મામા ગણાવી માપમાં રહેવા માટે ચીમકી ઉચ્ચારી હતી.

બીજીતરફ પાદરાના મહુવડ ખાતે ક્ષત્રીય સમાજના આગેવાનો એકત્રિત થઇ મીટીંગ યોજી હતી અને લખન દરબાર સામે આક્રોશ વ્યક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવા ચર્ચા કરી હતી. તે સાથે આવેદન પત્ર આપી સમાજમાં વર્ગવિગ્રહ કરનાર સામે પાસાની કાર્યવાહી કરવા માગ કરાશે.

પાદરામાં ગતરોજ આશીર્વાદ હોટલ ખાતે ભગીરથસિંહ પરમાર (લખન દરબાર – LD અધ્યક્ષ – યુવા સેના ગુજરાત ) તેમજ યુવા અધ્યક્ષ – રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત, હર્ષદસિંહ પરમાર -રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના યુવા અધ્યક્ષ વડોદરા અને જીતેન્દ્રસિંહ ગોહિલ કાર્યકારી અઘ્યક્ષ – યુવાસેના ગુજરાત ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં લખન દરબારે દિનુમામાએ શકુની મામા કહી આટલામાં સમજી જાઓ નહિ તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો અને માપમા રહેવા ચેતવણી આપી હતી.

લખન દરબાર દ્વારા પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુમામા વિરુદ્ધ ટીપ્પણી કરતા રવિવારે ક્ષત્રીય સમાજના આગેવાનો મહુવડ ખાતે જયદીપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આજે એકત્રિત થયા હતા. અને લખન દરબાર સામે આક્રોસ સાથે રોષ વય્ક્ત કર્યો હતો. અને લખન દરબારને પોતાનો રોટલો શેકવા સમાજમાં ભાગલા નહી પાડવા માટે ચીમકી ઉચ્ચારી હતી.

આગામી દિવસોમાં લખન દરબાર સામે પાદરા તાલુકાના ક્ષત્રીય સમાજના આગેવાનો આવેદન પત્ર આપી તેનો વિરોધ દર્શાવશે અને સરકાર પણ આવા લેભાગુ તત્વો કે જે ચુંટણી સમયે પોતાનો રોટલો શેકવા નીકળી પડી સમાજમાં વર્ગ વિગ્રહ કરનાર સામે પાસા ની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.   

વધુમાં તેમને જણાવ્યું હતું કે જયારે ચુંટણી આવે છે ત્યારે આવા લૂખા તત્વો પોતાનો ગઢ છોડી પૈસા ની લાલચે સમાજના ઓથાર હેઠળ નીકળી પડે છે અને પોતાનો રાજકીય રોટલો શેકે છે અને અમે જણાવીએ છીએ કે “લખન” તારા વિસ્તારમાં બાતાય અહિયાં આવવવાની તારે કોઈ જરૂર નથી અહિયાં અમારા ધારાસભ્ય છે. જયદીપસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, પાદરામા જે ધન્તુરા ફૂલ ને લઇ જે વિવાદ થયે છે તે રાજકીય ઈશ્યુ છે અને તેનો પ્રતિ ઉત્તર બને પક્ષોએ સમ સામે આપી દીધેલ છે. પાદરાના ક્ષત્રિય સમાજ એક જ છે સમાજ ને શું કરવું તે જાણે છે સમાજના ભોળા માણસોને ગેરમાર્ગે દોરે છે. નીલેશભાઈએ જણાવ્યું હતું કે,  આગામી દિવસોમાં અમે આવેદન પત્ર આપીશું અને આવા સમાજમાં વર્ગ વિગ્રહ ઉભો કરનાર વ્યક્તિ ને પાસા કરવામાં આવે તેવી માંગ કરીશું

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top