Business

ગુજરાતમિત્રના સહયોગથી નિયોટ્રેડર દ્વારા શનિવારે શેરબજારના રોકાણકારો માટે ફ્રી લાઈવ વેબિનારનું આયોજન

સુરત. શેરબજારમાં હાલ ઉતાર ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિમાં નફો કમાવવો ખૂબ કપરું થઈ જતું હોય છે. પરંતુ જો આવડત હોય તો આ રોકાણ માટેનો ઉત્તમ સમય પણ છે. શેરબજારના સાચા ખેલાડી તેજીમાં નહીં મંદીમાં કમાતા હોય છે. સાચા ખેલાડી બનવું હોય તો ખેલાડીઓની સંગત કરવી પડે. કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન અધૂરું. શેરબજારમાં રોકાણ કઈ રીતે કરવું કે જેથી તમારો રૂપિયો ગગડે નહીં તે જાણવા અને શીખવા માંગનારા રોકાણકારો માટે ગુજરાતમિત્ર (Gujratmitra) શ્રેષ્ઠ તક લઈને આવ્યું છે.

ગુજરાતમિત્રના સહયોગથી માર્કેટ એનાલિસિસ માટે ટોચની ગણાતી કંપનીઓમાંની એક નિયો ટ્રેડર (Neotrader) એક ફ્રી લાઈવ વેબિનાર લઈને આવી રહ્યું છે. આગામી તા. 18મી જૂન શનિવારે સવારે 11 કલાકે આ ઓનલાઈન ફ્રી વેબિનાર યોજાશે. આ વેબિનારનો વિષય છે હાઉ ટુ ટ્રેડ ઈફેકટીવલિ ઈન વોલેટાઈલ માર્કેટ્સ? એટલે કે ઉતાર-ચઢાવ વચ્ચે શેરબજારમાં કેવી રીતે સફળ થવું? આ વેબિનારમાં એક્સપર્ટ્સ દ્વારા ફ્રીમાં વોલેટાઈલ માર્કેટમાં અસરકારક ટ્રેડિંગની (Trading) સમજણ આપવામાં આવશે. નિયોટ્રેડર ભારતનું નંબર 1 ટ્રેડિંગ અને એનાલિસીસ સોફ્ટવેર છે. જેમાં માર્કેટમાં રોકાણ કરી સરળ રીતે નફો કમાવવાની રીત સમજાવવામાં આવે છે. જો તમે સેન્સેક્સમાં ટ્રેડની સાચી પદ્ધતિ સમજવા માંગતા હો તો આ ફ્રી વેબિનારમાં જોડાઓ. તમને જણાવી દઈએ કે સમગ્ર કાર્યક્રમ હિન્દીમાં સંચાલિત થશે. જેની સમયમર્યાદા 1 કલાકની રહેશે. તેમજ વેબિનારમાં ભાગ લેનાર રોકાણકારોના પ્રશ્નોનો જવાબ નિષ્ણાતો દ્વારા આપવામાં આવશે. આ વેબિનારમાં જોડાવા તેમજ રજિસ્ટ્રેશન કરવા માટે લિંક ઉપર કિલ્ક કરો.

આ વેબિનારમાં જોડાવા તેમજ રજિસ્ટ્રેશન કરવા માટે કિલ્ક કરો.

આ વેબિનારમાં કોણ ભાગ લઈ શકશે?

  • ફૂલ ટાઈમ ટ્રેડર/ઈન્વેસ્ટર બનવા માગતી કોઈ પણ વ્યકિત.
  • આવકનો વધારાનો સ્ત્રોત ઉભો કરવા માગનાર.
  • બજારમાં યોગ્ય રીતે કામકાજ કરવાનું શીખવા ઈચ્છુક.
  • જેને ભૂતકાળમાં થયેલી ખોટ રિકવર કરવી હોય.
  • નાણા બજારમાંથી નાણા બનાવવાની સરળ અને નીવડેલી રીતો જાણવા માગતી વ્યકિત.

પ્રોગ્રામનું સ્ટ્રક્ચર સમજો

  • વોલેટાઈલ માર્કેટમાં અસરકારક ટ્રેડિંગ કરવું.
  • બજારને સમજવામાં સરળ માર્ગો અને Neotrader ભારતના નં. 1 ટ્રેડિંગ અને એનાલિસિસ સોફ્ટવેરનો ઉપયોગ કરી સતત નફો કરવો.
  • ટ્રેડિંગની સાચી રીત, બજાર, ટ્રેડિંગ, રોકાણ અંગેની તમારી શંકાઓનું નિવારણ.

Most Popular

To Top