National

રસ્તા પર વાહનોનો આવો ફોટો લાવશો તો 500 રૂપિયા ઇનામ મળશે: નિતિન ગડકરી

નવી દિલ્હી: હવે વાહન (Vehicle) ચલાવનાર તેમજ તેને ગમે ત્યાં પાર્ક કરનારે ચેતી જવાની જરૂર છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આજરોજ દિલ્હીમાં (Delhi) એક કાર્યક્રમમાં સંબોધન કરતા એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે. તેઓએ જણાવ્યું હતું કે હવે એક એવો કાયદો આવવાનો છે કે જે ગમે ત્યાં વાહનપાર્ક કરનારને હવેથી સતર્ક કરશે. રસ્તા (Road) ઉપર ખોટી રીતે વાહન ઉભા રાખવાની પ્રવૃતિને રોકવા માટે સરકાર એક કાયદો લાવવા અંગે વિચાર કરી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે જે વ્યક્તિ રોડ ઉપર ગમે ત્યાં વાહનપાર્ક કરશે તેના ઉપર 1 હજાર રુપિયાનોં દંડ લગાડવામાં આવશે. આ સાથે જે વ્યક્તિ આવી રીતે પાર્ક કરાયેલા અને ઉભા રખાયેલા વાહનનો ફોટો મોકલશે તેમને 500 રુપિયા ઈનામ આપવામાં આવશે. તેઓએ દુખ વ્યકત કરતા જણાવ્યું હતું કે લોકો વાહનોને રસ્તા પર જ ગમે તેમ પાર્ક કરતા હોય છે.

  • હવે રસ્તા પર આડેધડ ગાડી નહીં ઊભી રાખી શકાય
  • ગમે તેમ પાર્ક કરેલી ગાડીનો ફોટો મોકલનારને મળશે 500 રપિયાનું ઈનામ
  • નિતિન ગડકરીએ મસ્તીભર્યા અંદાજમાં કહ્યું હતું કે નાગપુરમાં મારા રસોઈયા પાસે પણ બે સેકન્ડ હેન્ડ વાહનો
  • દુખ વ્યકત કરતા જણાવ્યું હતું કે લોકો વાહનોને રસ્તા પર જ ગમે તેમ પાર્ક કરતા હોય છે

નિતિન ગડકરીએ કહ્યું કે રસ્તા પર ખોટી રીતે વાહનો પાર્ક કરવાના વલણને રોકવા માટે કાયદો લાવવા પર વિચારણા ચાલી રહી છે. આ સાથે નિતિન ગડકરીએ મસ્તી કરતા અંદાજમાં કહ્યું હતું કે નાગપુરમાં મારા રસોઈયા પાસે પણ બે સેકન્ડ હેન્ડ વાહનો છે. આજે ચાર લોકોના પરિવાર પાસે છ કાર છે. એવું લાગે છે કે દિલ્હીના લોકો નસીબદાર છે કારણકે અમે તેમના વાહન પાર્ક કરવા માટે રસ્તો બનાવ્યો છે. ગમે ત્યાં વાહનો પાર્ક કરનારાઓને સાવચેત કરવા તેમજ વાહન પાર્કિંગ માટે લોકોને સજાગ કરવા માટે આ કાયદો ઘડવામાં આવશે. કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીની કાર્યશૈલીની દરેક પ્રશંસા કરે છે. તેમના મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવેલ એક્સપ્રેસ વે અને ફ્લાઇઓવરથી પરિવહન ખૂબ જ સુગમ અને સરળ થઇ ગયું છે.

Most Popular

To Top