Vadodara

બ્રેક ફેઇલ થતાં સ્કુલવાન વરસાદી કાંસમાં ખાબકી

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા વડોદરાને સ્માર્ટ સીટી બનાવામ માંગી રહી છે પણ ફક્ત કાગળ પર જ બનાવે છે. શહેરમાં તો એટલી બધી સમસ્યાઓ છે કે તમે સમસ્યાઓ પણ ગણી શકાય તેટલી સમસ્યાઓ છે. રોડ, ઉભરાતી ગટરો, ઢોર જેવી વિવિધ સમસ્યાઓથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આજ રોજ પાલિકાના પાપે બનેલા તૂટેલા રસ્તા પર ખુલ્લી વરસાદી કાંસ બંધ નહી કરતા એક સ્કુલ વાન ખાબકી હતી સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન બની કારણ કે તેમાં કોઈ બાળક હતા જ નહી જો હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાત તો નવાઈ નહી વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે જુદા જુદા પ્રોજેક્ટની જાહેરાતો કરવામાં આવી રહી છે ત્યારે હજી પણ ઠેર ઠેર તૂટેલા રસ્તા, રોજ તૂટતી પાણી ડ્રેનેજ અને ગેસની લાઈનો તેમજ રખડતા ઢોરો સ્માર્ટ સિટીની પોલ ખોલી રહ્યા છે.

ત્યારે વાત કરીએ તો વડોદરા શહેરના છેવાડે આવેલા સન ફાર્મા રોડ પર ખુલ્લી વરસાદી કાંસમાં એક સ્કુલ વાન ખાબકી હતી. આ વરસાદી કાંસમાં તો વારંવાર બનાવો બનતા જ હોય છે. અને ઘણી વાર રજૂઆત કરવામાં આવી છે છતા પાલિકા કોઈ મોટી દુર્ઘટનાની બનાવાનો વાટ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાના સન ફાર્મા રોડ વિસ્તારમાં આજે સવારે બનેલા આવા જ એક બનાવમાં વારંવાર રજૂઆત કરવા છતાં ખુલ્લી વરસાદી કાંસ બંધ નહીં કરાતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી.

સદનસીબે તાંદલજા વિસ્તરના સનફાર્મા રોડ પરથી પસાર થતી સ્કુલ વર્ધીની વાન ત્યાંથી પસાર થતી હતી તે વેળાએ અચાનક જ વાનની બ્રેક ફેલ થઇ જતા કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર વર્ષોથી ખુલ્લી વરસાદી કાંસમાં ખાબકી હતી અને કારચાલકે સમયસુચકતા વાપરીને કારચાલક બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ તો આ વરસાદી કાસમાં તો ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી વહેતું હોય છે. જયારે આ વહેલી સવારે બનેલા બનાવ વખતે પાણીમાં જે સ્કુલ વર્દીની વાન ખાબકી હતી તે વાનમાં કોઈ બાળક હતા નહી જો સ્કુલ વાનમાં બાળક હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાતા તેવું જાણવા મળ્યું હતું. વધુમાં મગરોની વચ્ચે ક્રેન વડે વાન બહાર કાઢવામાં આવી હતી. સ્કૂલ વર્ધીની વાન વરસાદી કાંસમાં પડતા કોર્પોરેશન ની મદદ લીધા વગર વાન ચાલકે ક્રેન ની મદદ લઈ વાન બહાર કઢાવી હતી. આ કામગીરી દરમિયાન બે મોટા મગર વાન પાસે નજરે પડ્યા હતા. પરંતુ કામગીરી કરનાર યુવકને અહીં મગર હોવાની હોવાથી તેણે વાનની ઉપર ચઢીને કામગીરી કરી હતી.

વરસાદી કાંસમાં વારંવાર બનાવો બનતા હોય છે, અગાઉ એક બાઈક વાળો પણ પડ્યો
આ વરસાદી કાંસમાં અગાઉ એક બાઈક વાળો પણ પડ્યો હતો. જ્યારે એક સિનિયર સિટીઝનનો મૃતદેહ પણ મળ્યો હતો. આ ઉપરાંત વારંવાર ગાય અને કુતરા અંદર ફસાઈ જતા હોવાના બનાવો બને છે. જેથી કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરતા અધિકારીઓ કામ મંજૂર થઈ ગયું છે તેઓ જવાબ આપી લોકોને સમજાવી દે છે. પરંતુ હજી સુધી વરસાદી ગટરને ઢાંકવાનું કોઈ કામ થયું નથી. – સ્થાનિક રહીશ

Most Popular

To Top