Gujarat

રાજ્ય સરકારની મોટી જાહેરાત, આ તારીખથી ગુજરાતમાં ખુલશે શાળાઓ

ગાંધીનગર (Gandhinagar): રાજ્ય સરકાર દ્વારા બુધવારે શાળાઓ ખોલવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 11 જાન્યુઆરીથી ધો.10-12નાં વર્ગો શરૂ કરાશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત કરી છે. આ સિવાય રાજ્યમાં PG,UG,છેલ્લાં વર્ષનું શિક્ષણકાર્ય પણ શરૂ કરાશે .આજનો નિર્ણય ગુજરાત રાજ્યનાં તમામ બોર્ડને લાગૂ પડશે. ગાંધીનગરમાં બુધવારે કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા:

  • ગુજરાતમાં વિદ્યાર્થીઓને નહીં મળે માસ પ્રમોશન
  • જેટલું ભણાવીશું તેટલાની પરીક્ષા લઈશું: ભૂપેન્દ્રસિંહ
  • 11 જાન્યુઆરીથી ધોરણ – 10, 12ના વર્ગ શરૂ થશે
  • UG, PGના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે
  • વિદ્યાર્થીઓએ વાલીઓની સંમતિ મેળવવાની રહેશે
  • શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી
  • ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે: ભૂપેન્દ્રસિંહ
  • અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવાશે
  • કેન્દ્ર સરકારની SOPનું પાલન કરવામાં આવશે
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top