SURAT

દોઢ કરોડના ડ્રગ્સના કેસમાં મુંબઈ નાલાસોપારાથી વોન્ટેડ માતા-પુત્રને ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા

સુરતઃ શહેરની પુણા Pune) અને સારોલી (Saroli) પોલીસ સ્ટેશનની ટીમે અઠવાડિયા પહેલા શહેરના ઇતિહાસમાં અત્યારસુધીનો સૌથી વધારે ૧.૬૦ કરોડનું એમડી ડ્રગ્સ (MD Drugs) પકડી પાડ્યું હતું. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને (Crime Branch) સોંપતા ક્રાઈમ બ્રાંચે મુંબઈ (Mumbai) નાલાસોપારાના (Nalasopara) વોન્ટેડ માતા-પુત્રને ઝડપી પાડ્યા હતા. સુરત શહેરની પુણા અને સારોલી પોલીસે અઠવાડિયા પહેલા નિયોલ ચેક પોસ્ટ ખાતેથી અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રતઅલી સૈયદને દોઢ કિલોથી વધારે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. શહેરના ઇતિહાસમાં અત્યારસુધીનો સૌથી મોટો 1.60 કરોડના ડ્રગ્સનો જથ્થો આરોપી પગપાળા આવીને ટ્રાવેલ્સ બેગમાં લાવતો હતો.

મહિલાને અગાઉ ૪૫ કિલો ચરસ સાથે મુંબઇ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોએ પકડી હતી
આ ડ્રગ્સ મુંબઈથી લઈને આવતો હતો. પુણા પોલીસમાં ગુનો નોંધી તમામ પાસાની તલસ્પર્સી તપાસ કરવા સમગ્ર રેકેટને ઝડપી પાડવા આ કેસની તપાસ શહેર ક્રાઇમબ્રાંચને સોંપાઈ હતી. અફઝલના રિમાન્ડ મેળવી તેને સાથે રાખી મહારાષ્ટ્ર મુંબઈ નાલાસોપરા ખાતે તપાસ કરી હ્યુમન ઇન્ટેલીજનસ અને ટેકનીકલ સર્વેલન્સના માધ્યમથી ક્રાઇમબ્રાંચની ટીમે ડ્રગ્સનો જથ્થો પુરો પાડનાર હનુમાનનગર નાલાસોપારાના રહેવાસી વોન્ટેડ આરોપી સફાતખાન ઉર્ફે બલ્લુ ઉર્ફે નીહાલ ઉર્ફે નવાબ રહીશખાન અને કૌશર ઇમરાન ઉર્ફે ઇમા લીક અબ્દુલ શેખની ધરપકડ કરી હતી. સફાતખાનના 8 તારીખ સુધી અને કૌશરના 15 તારીખ સુધી રિમાન્ડ મેળવ્યા છે. ઇમરાનના પત્ની આરોપી કૌશર શેખ અગાઉ ૪૫ કિલો ચરસ સાથે મુંબઇ નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરોમાં પકડાઈ છે. અને સફાતખાન તેનો પુત્ર છે. ક્રાઈમ બ્રાંચે આ અંગે વધારે પુછપરછ હાથ ધરી છે.

વાહન ચોરની મોસ્ટ વોન્ટેન્ડ ખટિક ગેંગ ઝડપાઈ
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સારોલી બ્રીજ પાસેથી મુંબઈ મહારાષ્ટ્રમાં ઉધમ મચાવનારી વાહન ચોર ખટીક ગેંગને સુરત થી ઝડપી પાડી છે.પોલીસે કિશન ઉદયલાલ ખટીક અને ચંદ્રેશકુમાર ઉદયલાલ ખટીકને ચોરીની કાર વેચતા ઝડપી પાડ્યા છે.સુરત પોલીસને માહિતી મળી હતી કે મહારાષ્ટ્રના મુંબઇ સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલ બોલેરો પીકઅપ અને ઇકો કાર સુરતમાં સસ્તા ભાવે વેચાણ કરતી ટોળકી સક્રિય બની છે. અને તેઓ સુરતના સારોલી બ્રિજ નીચે ચોરીના વાહનો લઈને ઊભા છે.જેના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઓલપાડ રોડ સ્થિત સારોલી બ્રિજ નીચે ચોરીના વાહનો વેચવા માટે ઉભેલા રાજસ્થાની વાહન ચોર ટોળકીના મુખ્ય સૂત્રધાર કીશનલાલ ઉદયલાલ ખટીક અને ચંદ્રેશકુમાર ઉદયલાલ ખટીકને ઝડપી પાડી તેમની પાસેથી ચાર બોલેરો પીકપ વાન અને ઇકો કાર મળી પાંચ વાહનો કબજે કર્યા હતા.

Most Popular

To Top