Charchapatra

સમવયસ્ક બાળકો-કિશોરોની બીજા સાથે સરખામણી ન કરો

આજના બાળકો-કિશોરોને નહી ગમતી બાબતોમાં સૌથી પહેલી બાબત એમની અન્યો સાથે થતી સરખામણી. માતા-પિતા કે વાલીઓ દ્વારા એમના બાળકો-કિશોરોની અન્ય સમવયસ્ક સાથે થતી સરખામણી પ્રત્યે સખત ચીડ હોય છે. આવી સરખામણી બાળકો-કિશોરોમાં લઘુતાગ્રંથી ઉભી કરે છે. વારંવાર થતી આવી સરખામણીથી એ બાળક બધાથી થોડું અતડું રહેવા માંડે છે. બાળક, માતા-પિતા કે વાલીની આમન્યા રાખી સામે કશું બોલે નહી પરંતુ બાળ સહજ ગુસ્સાને કારણે એવું નક્કી કરી લે છે કે હવે જેની સાથે સરખામણી કરી છે એના જેવું તો કદી નહીં જ કરું. માતા-પિતા કે વાલીની સરખામણી એમના હમવયસ્કો સાથે કરે તો ? જો કે આ રીતે સરખામણીનો ભોગ બનતું બાળક, એની રીતે એના માતા-પિતા કે વાલીને અન્ય સાથે મુલવણી કરતું જ હોય છે. જેમાં માતા-પિતા કે વાલી ક્યાંય ખરાં ઉતરતા નથી હોતાં.દરેક બાળક-કિશોર એની રીતે વિશિષ્ટ જ હોય છે. બાળક-કિશોરના સારા ભવિષ્ય માટે માતા-પિતા કે વાલીએ આવી સરખામણીથી દૂર જ રહેવું જોઈએ.
નવસારી           – જિજ્ઞેશ સી. પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top