Entertainment

રિહાનાએ અનંત અંબાણીના પ્રિ-વેડિંગ ફંકશનના પર્ફોમન્સ માટે લીધી મોટી રકમ, જાણીને હોંશ ઉડી જશે

જામનગર(Jamnagar): ભારતના (India) અબજોપતિ ઉદ્યોગપતિઓ પૈકીના એક મુકેશ અંબાણીના (MukeshAmbani) પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગનું સેલિબ્રેશન ગુજરાતના જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં બોલિવૂડથી લઈને ઈન્ટરનેશનલ સ્ટાર્સ જામનગર પહોંચ્યા છે, પરંતુ સૌથી વધુ આકર્ષણ હોલિવુડ પોપ સ્ટાર રિહાનાએ જમાવ્યું છે. આજે તા. 1 માર્ચની રાત્રે જામનગરમાં રિહાના પ્રિ વેડિંગ ફંકશનમાં પર્ફોમન્સ આપવાની છે.

રિહાન્ના ગુરુવારે જ તેના ક્રૂ અને સાધનો સાથે જામનગર પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીનું આ પ્રી-વેડિંગ ફંક્શન 3 દિવસ ચાલવાનું છે, જે 1લી માર્ચથી 3જી માર્ચ દરમિયાન યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમમાં રિહાના પણ પોતાનો જાદુ બતાવશે. આ સાથે જ હવે મુકેશ અંબાણીના પુત્ર માટે આયોજિત આ કાર્યક્રમમાં પરફોર્મ કરવા માટે રિહાન્ના કેટલો ચાર્જ લીધો છે તે અંગે પણ ઘણી ચર્ચા ચાલી રહી છે.

રિહાના પહેલીવાર ભારતમાં લાઈવ પર્ફોમ કરવા જઈ રહી છે. ત્યારે તેનો ખૂબ ક્રેઝ છે. ચોક્કસપણે આ ફંકશનમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, બોલિવુડ સેલિબ્રિટીઓ જ સામેલ હશે. આ બધા રિહાના ફેન છે. ત્યારે રિહાનાના પર્ફોમન્સ માટે જબરો ક્રેઝ છે. વળી, પહેલીવાર ભારતમાં લાઈવ પર્ફોમન્સ કરવા જઈ રહેલી રિહાનાએ તગડી ફી અંબાણી પરિવાર પાસેથી વસુલી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો અનુસાર રિહાનાએ 5 મિલિયન ડોલર એટલે કે લગભગ 66 કરોડ રૂપિયા ફી વસૂલી છે.

રિહાન્નાના રિહર્સલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
રિહાનાનો પાર્ટનર A$AP રોકી પણ તેની સાથે જામનગરમાં હાજર જોવા મળ્યો હતો. ઘટના સ્થળની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં કેટલીક જગ્યાએ રિહાના તેના ગીતોનું રિહર્સલ કરતી જોવા મળે છે તો કેટલીક જગ્યાએ પાડોશીઓ પણ પડોશી બિલ્ડિંગમાં સંગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

Most Popular

To Top