Entertainment

રિચા – અલી લાં…..બી રિલેશનશીપ બાદ આખરે પરણ્યા ખરા

આજકાલ એવું બને છે કે ફિલ્મ સ્ટાર્સ વચ્ચે પ્રેમ થાય પણ લગ્ન નથી થતા. વર્ષો સુધી એકબીજા સાથે ફરે ને છૂટા પડે. પણ રણબીર કપૂર – આલિયા ભટ્ટ પરણી ગયા તેમ હમણાં રિચા ચઢ્ઢા અને અલી ફઝલ પરણી ગયા. ‘કૂકરે’ ફિલ્મ દરમ્યાન તેઓ એકબીજાના પ્રેમમાં પડેલા. 2019માં અલી ફઝલે રિચાને પ્રપોઝ કરેલી અને ત્યારે 2020માં પરણવા માંગતા હતા પણ કોરાનાએ અટકાવ્યા એટલે ડેટિંગ લાંબુ ચાલ્યું. આ દરમ્યાન તેઓ ઝગડયા નહીં એ માટે પણ અભિનંદન પાઠવવા જોઈએ. બંને ઘણા મેચ્યોર તરીકે વર્ત્યા છે. રિચા અને અલી ફઝલને લગ્નની તારીખ નક્કી કરવામાં કોઈ મુશ્કેલી નથી પડી કારણકે તેઓ ટોપ અને બિઝી સ્ટાર નથી. અલી ફઝલ મુસ્લિમ અને રિચા પંજાબી હિન્દુ છે.

રિચા જ્યારે નાટકોમાં કામ કરતી ત્યારે પાકિસ્તાનમાં પણ નાટક ભજવી આવી છે. ‘ઓયે લકી ! લકી ઓયે !’ થી એટલે કે 2008 થી તે ફિલ્મોમાં છે અને ‘ગેંગ્સ ઓફ વાસેપૂર’ – 1 અને 2 પછી ‘ફુકરે’, ‘ગોલિંયોકી રાસલીલા-રામલીલા’ ‘ચોક એન્ડ ડસ્ટર’, ‘સરબજીત’ ‘મસાન’ ઓર ‘દેવદાસ’, સેકશન- 375’ ‘દાસ દેવ’ ‘શકીલા’, ‘લાહોર કોન્ફિડેન્શયલ’ માટે જાણીતી છે અને અત્યારે ‘ફુકરે-3’ ઉપરાંત ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ’ માં કામ કરી રહી છે. તે ‘ઈન્સાઈડ એજ’, ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’માં પણ મજબૂત પાત્રો ભજવી ચુકી છે. રિચાની તુલનામાં અલી ફઝલ ઓછો સફળ છે પણ અભિનેતા તરીકે તેને સારો ગણવામાં આવે છે.

‘થ્રી ઈડિયટ્સ’માં જોય લોલોની ભૂમિકામાં જાણીતો થયો પછી ‘ફૂકરે’, ‘સોનાલી કેબલ’, ‘હેપી ભાગ જાયેગી’ (આ સિરીઝની ત્રણ ફિલ્મો) અને ‘ડેથ ઓન ધ નાઈસ’ તે હોલીવુડની ‘ફ્યુરિયસ-7 અને ઉપરાંત ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’ નામની ઈગ્લિંશ ફિલ્મમાં કામ કરી ચુકયો છે. અત્યારે તેની પાસે પાંચ ફિલ્મો છે. ‘ભંવરે’, ‘ફૂકરે-3’, ‘હેપી અબ ભાગ જાયેગી’, ‘ખૂફીયા’ ઉપરાંત હોલીવુડની ‘કંદહાર’માં કામ કરી રહ્યો છે.

તે પણ રિચાની જેમ સાતેક વેબ સિરીઝમાં કામ કરી ચુક્યો છે. અલી ફઝલ – રિચા ચઢ્ઢાના મેરેજમાં હોલીવુડથી જ્યુડી ડેન્ચ અને ગેરાલ્ડ બટલર પણ આવે તો પ્રસંગ મોટો થયો કહેવાય. એવું લાગે છે કે 2022માં જે ફિલ્મસ્ટાર લગ્નગ્રંથીથી બંધાયા તેમના લગ્ન સફળ જશે. રણબીર-આલિયા, કેટરીના-વિકી કૌશલ પછી રિચા-ફઝલ પાસે એજ અપેક્ષા રહેશે. બંને 35 વર્ષના છે. આ વર્ષે ફરહાન અખ્તર – શિવાની દાંડેકર, સુરજ નાંબીયાર અને મૌની રોય પરણ્યા છે. કોરોના પછી નીકળેલી સીઝનમાં રિચા-ફઝલને ગણવા. •

Most Popular

To Top