National

નુપુર શર્માને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, 10 ઓગસ્ટ સુધી ધરપકડ પર નહિ કરી શકાશે

નવી દિલ્હી: મોહમ્મદ પયગંબર (Muhammad prophet) પર ટિપ્પણી કરવા મામલે ભાજપ(BJP)ના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)ને સુપ્રીમ કોર્ટ(Supreme Court)માંથી રાહત(Relief) મળી છે. નુપુર શર્માની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં તેણે કોર્ટ પાસેથી ધરપકડ(Arrest)માંથી રાહતની માંગ કરી હતી. વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે નૂપુરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, તેથી તેમને ધરપકડની સાથે-સાથે રક્ષણ પણ મળવું જોઈએ.

કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ આપી
કોર્ટે નૂપુર શર્માની 10 ઓગસ્ટ સુધી ધરપકડ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ પણ જાહેર કરી છે. કોર્ટમાં નૂપુર શર્માના વકીલે કહ્યું કે નુપુરને સતત ધમકીઓ મળી રહી છે. જુદા જુદા રાજ્યોમાં 9 એફઆઈઆરનો સામનો કરી રહેલી નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણી માટે ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અંગે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પોતાની અરજીમાં નુપુરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની છેલ્લી સુનાવણી બાદ તેમના જીવ પર ખતરો વધી ગયો છે. નૂપુરે કોર્ટ પાસે ધરપકડ પર પ્રતિબંધ મૂકવાની સાથે સાથે તમામ એફઆઈઆરને દિલ્હી ટ્રાન્સફર કરવાની અને તેમની એક સાથે સુનાવણી કરવાની માંગ કરી હતી.

વકીલે કહ્યું, નુપુરના જીવને જોખમ છે
સુપ્રીમ કોર્ટમાં નૂપુરના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે જ્યારથી દિલ્હીમાં પહેલી એફઆઈઆર નોંધાઈ છે. નોંધાયેલી બાકીની એફઆઈઆર એ જ વિશે હતી. આવી સ્થિતિમાં દિલ્હીમાં જે એક એફઆઈઆર નોંધવામાં આવી છે તેના પર કાર્યવાહી થવી જોઈએ, અન્ય તમામ એફઆઈઆર પર પ્રતિબંધ મૂકવો જોઈએ, આ સાથે જો આ જ નિવેદન સાથે નવી એફઆઈઆર દાખલ કરવામાં આવે તો કોર્ટે તેને પણ રોકવી જોઈએ. વધુમાં જણાવાયું હતું કે કોઈની ધરપકડ કે અટકાયત કરવી જોઈએ નહીં. જેમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારોની રક્ષક છે તેથી નૂપુરની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે માત્ર એ જ જોઈશું કે તમે કાયદાકીય ઉપાયોથી વંચિત ન રહી જાઓ. નૂપુર શર્માની અરજી પર દિલ્હી પોલીસ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, યુપી, આસામ, જમ્મુ-કાશ્મીર સરકારને નોટિસ મોકલવામાં આવી છે. તેમજ ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ કેસમાં નોંધાયેલી નવી એફઆઈઆર પર કોઈ કાર્યવાહી કરવામાં નહી આવશે.

Most Popular

To Top