Dakshin Gujarat

તાપીથી વાપી સુધી દક્ષિણ ગુજરાતમાં દેમાર વરસાદ, નવસારીના ગરનાળામાં પાણી ભરાઈ ગયા

સુરત (Surat): સુરત શહેર જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ગઈકાલે ગુરુવારે રાત્રિના સમયે જોરદાર વરસાદ (Rain) પડ્યો છે. દક્ષિણ ગુજરાતના 34 તાલુકાઓમાં ગઈકાલે ગુરુવારે સવારથી આજે શુક્રવાર સવાર સુધીના 24 કલાકમાં જોરદાર વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ નવસારી (Navsari) જિલ્લાના જલાલપોરમાં 129 મીમી, સુરતના પલસાણામાં 75 અને ડાંગના સાપુતારામાં 69 મીમી વરસાદ પડ્યો છે. નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પ્રકાશ ટોકીઝ ગરનાળામાં ગત રાત્રે વરસેલા વરસાદના લીધે પાણી ભરાઈ ગયા હતા. તેના લીધે રેલ્વે ફાટક નંબર 127 ઉપર 1 કિલોમીટરથી વધુનો ટ્રાફિકની લાઈન લાબી લાંબી લાઈનો જોવા મળી હતી.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ગુરુવારથી ચોમાસાનો (Monsoon) વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. વિવિધ જિલ્લામાં નોંધાયેલા વરસાદના પ્રાપ્ત આંકડા પ્રમાણે સુરત જિલ્લાના ઉમરપાડામાં 15 મીમી, ઓલપાડમાં 18, કામરેજમાં 40, પલસાણામાં 77, બારડોલીમાં 14, મહુવામાં 65, માંગરોળમાં 15, માંડવીમાં 49 અને સુરત શહેરમાં 54 મીમી વરસાદ નોંધાયો છે. આજ રીતે તાપી જિલ્લાના ઉચ્છલમાં 10 મીમી, કુકરમુંડામાં 09, ડોલવણમાં 29, નિઝરમાં 20, વ્યારામાં 41, વાલોડમાં 30 અને સોનગઢમાં 22 મીમી જેટલો વરસાદ પડ્યો છે. નવસારી જિલ્લાના નવસારીમાં 66 મીમી, ખેરગામમાં 05, ગણદેવીમાં 37, ચીખલીમાં 20, જલાલપોરમાં 129 અને વાંસદામાં 41 મીમી દેમાર વરસાદ પડ્યો છે.

ઉપરાંત ડાંગ જિલ્લાના આહવામાં 20 મીમી, વઘઈમાં 23, સુબીરમાં 14 અને સાપુતારામાં 69 મીમી વરસાદ પડ્યો છે. આજ રીતે વલસાડ જિલ્લાના ઉમરગામમાં 10 મીમી, કપરાડામાં 09, ધરમપુરમાં 05, પારડીમાં 09, વલસાડમાં 20 અને વાપીમાં 04 મીમી જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થતાં સર્વત્ર શીતળતા વ્યાપી ગઈ છે અને ખેતરોમાં પાકની રોપણી બાદ વરસાદની પ્રતીક્ષા કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

સુરતના વરાછામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ ખાબક્યો
સુરત શહેરમાં પણ રાત્રી સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. રાત્રે સમયે સૌથી વધુ વરસાદ વરાછા બી ઝોનમાં અઢી ઈંચ નોંધાયો છે અને અઠવા ઝોનમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત શહેરનાં વિવિધ ઝોન પ્રમાણે રાત્ર પડેલા વરસાદમાં સેન્ટ્રલ ઝોનમાં 54 મીમી, રાંદેર ઝોનમાં 29, કતારગામ ઝોનમાં 48, વરાછા એ ઝોનમાં 33, બી ઝોનમાં 63, લિંબાયત ઝોનમાં 44, અઠવા ઝોનમાં 52 અને ઉધના ઝોનમાં 06 મીમી વરસાદ નોંધાયો છે. સુરતમાં ગઈકાલથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ઉનાળા જેવા આકરા તાપમાં ઠંડક વ્યાપી જવા પામી છે.

Most Popular

To Top