National

રેલ્વે મુસાફરોને હવે ટિકિટ ભાડાઓ પર મળશે 10 % ડિસકાઉન્ટ

નવી દિલ્હી (New Delhi): કોરોના સમય પછી હવે ભારતીય રેલ્વેમાં જો તમે ટ્રેનથી (Indian Railways) મુસાફરી કરો છો, તો તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે. જી હા આ સમાચાર સાચ્ચા છે. ભારતીય રેલ્વેએ હવે ટિકિટો પર ડિસકાઉન્ટ આપવાના વાત કરી છે. હકીકતમાં કોરોના કટોકટીના કારણે ટ્રેનોમાં બેઠકો હજુ ખાલી પડી રહી છે અને નુકસાન ન થાય તે માટે રેલવે તેના મુસાફરોને ભાડામાં ડિસકાઉન્ટ આપી રહી છે. જેથી મુસાફરોને ઓછા ભાવે ટિકિટ મળે અને ટ્રેનોમાં સીટ પણ ખાલી ન જાય જેથી રેલ્વેની આવક વધે.

હવે કોઇપણ ટ્રેન તેના મૂળ સ્ટેશનથી શરૂ થવાના તેના નિર્ધારિત સમય પહેલા એક ચાર્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં જો કોઇ બર્થ ખાલી હશે, તો આ બર્થની ટિકિટ પર રેલ્વે 10 ટકાની છૂટ આપશે. જણાવી દઇએ કે આ ડિસ્કાઉન્ટ/છૂટ ટ્રેન ઉપડવાના અડધો કલાક પહેલા ખીદાયેલી ટિકિટો પર જ મળશે. માહિતી મળી છે કે આ ડિસકાઉન્ટ ઇન્ટરસીટી ટ્રેનના ચેરકાર કોચ સહિત અન્ય કેટલીક ટ્રેનોમાં મળશે, જેના નામ હજી બહાર આવ્યા નથી.

કોરોના પહેલા એવી પરિસ્થિતિ હતી કે રેલ્વેની મોટેભાગની બધી જ ટ્રેનોમાં કન્ફર્મ સીટ મળતી નહોતી. કોરોના પછી એવો સમય આવ્યો છે જ્યારે રેલ્વેએ ઘણા બધા રૂટ્સ પર ઓછા મુસાફરો હોવાને કારણે આખીને આખી ટ્રેન રદ કરવી પડતી હોય છે. કોઇએ વિયાર્યુ નહીં હોય કે થિયેટરોને જેમ ઑડિયન્સ ન ભરાતા શોઝ કેન્સલ કરવા પડતા હોય છે એમ રેલ્વેએ ટ્રેનો કેન્સલ કરવી પડશે.


રેલ્વે ટિકિટોના ભાડા પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાનો આ નિયમ 1 જાન્યુઆરી 2017ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં રાજધાની / દુરંતો / શતાબ્દી જેવી લાંબા રૂટ્સની ટ્રેનોના ભાડામાં 10 ટકા ડિસ્કાઉન્ટ/છૂટ આપવાનું નક્કી કરાયુ હતુ. આ પછી રેલવેએ એવી તમામ ટ્રેનો કે જેમાં રિઝર્વ ક્લાસ હોય છે તેમાં આ સુવિધા શરૂ કરી હતી. ચાર્ટ બન્યા પછી બાકી બટેલી ટિકિટો પર ટિકિટ ભાડામાં જે બેઝિક ભાડુ હશે તેના 10 % છૂટ (discount only on basic fair) મળશે, જરૂર નોંધશો કે ટ્રેન ભાડામાં જે આરક્ષણ ફી, સુપરફાસ્ટ ચાર્જ અને સર્વિસ ટેક્સ વગેરેમાં ડિસકાઉન્ટ મળશે નહીં. આ સિવાય ટિકિટ ચેકર જે સીય ફાળવશે તેના પર પણ 10% ડિસકાઉન્ટ મળશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top