National

વડાપ્રધાન મોદીએ તેજસ્વીને ફોન કરીને RJD સુપ્રીમોના હેલ્થ વિશે પૂછ્યું, કહ્યું- લાલુ યાદવ કેવા છે?

નવી દિલ્હી: RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનું (Lalu Prasad Yadav) સોમવારે કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney transplant) કરવામાં આવ્યું હતું. સિંગાપોરમાં (Singapore) તેમનું કિડનીનું સફળ ઓપરેશન (Operation) થયું હતું. લાલુ યાદવને તેમની પુત્રી રોહિણી આચાર્યની (Rohini Acharya) કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. સફળ ઓપરેશન બાદ તમામ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમની ખબર પૂછવામાં આવી રહી છે. પક્ષ-વિપક્ષથી લઈને અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ લાલુ પ્રસાદ યાદવની ખબર પૂછી રહ્યા છે. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ​​મંગળવારે લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તેજસ્વી પાસેથી લાલુ પ્રસાદના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું.

અગાઉ પણ પીએમએ તેજસ્વીને ફોન કર્યો હતો
આ અગાઉ પણ જ્યારે જૂન મહિનાની શરૂઆતમાં જ્યારે લાલુ પ્રસાદ યાદવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પીએમ મોદીએ તેજસ્વી યાદવને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછ્યું હતું. આ દરમિયાન લાલુ યાદવ પટનાના રાબડી નિવાસસ્થાને સીડી પરથી નીચે લપસી પડ્યા હતા, જેના કારણે તેમની કમર અને ખભામાં ઊંડી ઈજા થઈ હતી. તે જ સમયે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે ફોન કરીને આરજેડી સુપ્રીમોના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું હતું. લાલુ યાદવની તબિયત અંગે સીએમ નીતિશે કહ્યું કે બધુ બરાબર છે. 

રોહિણી આચાર્યે પિતાને કિડની દાન કરી
,પિતા લાલુ યાદવને કિડની આપ્યા બાદ લોકો રોહિણી આચાર્યના જોરદાર વખાણ કરી રહ્યા છે. પાર્ટી અને વિપક્ષના નેતાઓ રોહિણીના પિતા પ્રત્યેના પ્રેમ અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બાદ બીજેપી નેતા અને ગોડ્ડા સાંસદ નિશિકાંત દુબેએ પણ રોહિણીના વખાણ કર્યા છે.

ગિરિરાજ સિંહે કહ્યું- જો તમારી પાસે દીકરી છે તો રોહાની આચાર્ય જેવા બનો
નિશિકાંત દુબેએ કહ્યું, “ભગવાને મને દીકરી નથી આપી, આજે રોહિણી આચાર્યને જોઈને મને ખરેખર ભગવાન સાથે લડવાનું મન થાય છે, મારી દાદી હંમેશા કહેતી હતી, બેટા સે બેટી ભલી, જો કુલવંતી હો.” આ પહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રોહિણીના વખાણ કરતા લખ્યું હતું કે, “જો તમારી પાસે દીકરી છે તો તમે રોહિણી આચાર્ય જેવી બનો…. તમારા પર ગર્વ છે. તમે આવનારી પેઢીઓ માટે ઉદાહરણ બનશો.”

Most Popular

To Top