Gujarat

ગુજરાતમાં ફરી હાડ થીજાવતી ઠંડી સાથે માવઠાની આગાહી

અમદાવાદ: રાજ્યમાં કાતિલ ઠંડી (Cold Wave) નું મોજું કરી વળવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં સાંજ બાદ ઠંડા પવનો સાથે ઠંડીનો અહેસાસ થવા લાગે છે. ત્યારે હવે ગુજરાત (Gujarat) માં ફરી એકવાર હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ (Meteorological Department) નું અનુમાન છે કે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે 2 થી 3 દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી જશે. આ ઉપરાંત રાજ્યનાં અમુક ભાગોમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડી પડશે. મોટા ભાગના શહેરોનાં તાપમાનમાં 5 ટકા જેટલો ઘટાડો જોવા મળશે. આગામી 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. તો 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાળાના ભાગોમાં વાદળછાયુ અને હવામાનમાં પલટો આવવાના કારણે રાજ્યમાં ઠંડી આવવાની શકતા રહે છે. જેમાં ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી પહોંચવાની શકતા છે. તારીખ 15, 16, 17 માં ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ અને અરબ સાગરના ભેજના લીધે રાજ્યના અમુક ભાગમાં માવઠું થવાની શકતા રહે છે. ઠંડા અને ગરમ પ્રવાહના કારણે બંગાળના ઉપસાગરમાં વારંવાર હવાના હળવા દબાણ સર્જાશે. 15 થી 17 ડિસેમ્બરના ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય માવઠું થવાની શકતા છે.

10 ડીગ્રી સાથે નલિયા ઠંડુગાર
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, ભુજ, કંડલા અને પોરબંદરના તાપમાનમાં પણ રોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતીઓનું મીની કાશ્મીર માઉન્ટ આબુ પર ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં બરફ પડવાની શરૂઆત થઈ ગઈ છે. આબુમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી નજીક પહોંચ્યો છે. સુરતમાં પણ વહેલી સવારે તેમજ સાંજ પડતા ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ખુશનુમા વાતાવરણ વચ્ચે લોકો આ ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક, સાઈકલિંગક, એક્સરસાઇઝ, યોગા સાથે કરતા જોવા મળે છે.

Most Popular

To Top