Dakshin Gujarat

પારડીમાં કચરો સળગાવ્યા બાદ મહિલાઓ લાકડા વીણવા ગઈ અને હાડપિંજર દેખાયું

પારડી: (Pardi) પારડી તાલુકાના ગોયમાં ગામે નોર્થ લખમીપુર ટ્રાન્સમિશન કંપની પાવર પ્રોજેકટ (Power Project) ની ખેતર વળી જગ્યામાં મંગળવારે નહેરની (Canal) બાજુમાં કચરો સળગાવ્યા બાદ મહિલાઓ લાકડા વીણવા ગઈ હતી જ્યાં એક હાડપીંજર (Skeleton) મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જોકે તે કોનું છે અને અહીં કેવી રીતે આવ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

  • પારડીના ગોયમાં ગામે પાવર પ્રોજેકટ વાળી જગ્યામાંથી નરકંકાલ મળી આવતા ચકચાર
  • હાડપિંજરના સ્થળેથી જીન્સનું પેન્ટ, ચૅઇન,ગણેશજીનું લોકેટ, અને બેલ્ટ મળી આવ્યો

મૈના ફાર્મની બાજુમાં નોર્થ લખમીપુર ટ્રાન્સમિશન કંપની દ્વારા જ્યાં પાવર પ્રોજેકટ શરૂ કરવામાં આવનાર છે. તેની નજીકમાં આજે કેટલીક મહિલાઓ નહેરની નજીકમાં કચરો સળગાવી દીધા બાદ લાકડા એકત્ર કરવા ગઈ હતી. જોકે તે જ સમયે ત્યાં એક વ્યક્તિનું હાડપીંજર મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સ્થળ ઉપર થી મળતી વિગતો મુજબ મળેલ હાડપીંજર કોઈ પુરુષનું હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે. કારણ કે સ્થળ ઉપર થી જીન્સ નું પેન્ટ અને ગળામાં પહેરેલ ચૅઇન અને ગણેશજીનું લોકેટ મળી આવ્યું હતું.

ઘટના ની જાણ પોલીસ ને થતા સ્થળ ઉપર પહોંચી ત્યારે સ્થાનિકોએ જણાવ્યું કે જ્યાં હાડપીંજર મળ્યું છે એ સ્થળે ઘાસ હોવાથી જલ્દી થી કોઈ જતું નથી એટલે કચરુ સાફ કરવા તેમાં આગ લગાવવામાં આવે છે. તેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ કચરુ સળગાવી દેવામાં આવ્યું હતું અને મહિલાઓ સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે અર્ધ સળગેલી હાલત માં ધડ નો ભાગ મળી આવ્યો હતો જેને જોતા મહિલાઓ ડરી ગઈ હતી.

ઉદવાડા રેલવે ફાટક પાસે કેમિકલ ભરેલા ટેન્કર માં વહેલી સવારે આગ ફાટી નીકળી
પારડી : દમણ થી સુરત તરફ જતું કેમિકલ ભરેલું ટેન્કર નંબર GJ12Z4767 પારડી ના ઉદવાડા રેલવે ફાટક પાસે આજરોજ મળશકે પહોંચતા જેમાં કોઈ કારણસર ધુમાડાના ગોટા નીકળતા ચાલક બહાર નીકળી ગયો હતો. પરંતુ જોત જોતા ટેન્કર માં આગે મોટુ સ્વરૂપ પકડી લીધું હતું.અને કેબીનના ભાગે આગ ફેલાઈ ગઈ હતી. આ આગ લાગતા ઘટના સ્થળે એક સમયે દોડધામના દ્રશ્યો સર્જાઈ ગયા હતાં. ટેન્કર માં જ્વલનશીલ કેમિકલ ભર્યું હોવાથી મોટીદુર્ઘટના સર્જાય તેવો ભય હતો જેથી આ અંગે ફાયર ની ટીમને જાણ કરવામાં આવતા સૌ પ્રથમ પારડી ફાયર ટીમ પહોંચી હતી. અને સાથે વલસાડ, વાપી જીઆઇડીસી, વાપી નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ તમામ ટીમની બે થી અઢી કલાકની જાહેમતે આગ પર કાબુ મેળવી લેવાયો હતો અને ટેન્કરના પાછળ ના ભાગે આગ પહોંચે તે પહેલા કાબુ મેળવી લેવાતા મોટી ઘટના ટળતા લોકોએ રાહતમાં શ્વાસ લીધા હતા.

Most Popular

To Top