SURAT

મોટા વરાછામાં પરિવાર સાથે ભજિયાં ખાવા ગયેલા બાંધકામ કોન્ટ્રાક્ટરની પત્નીની છેડતી

સુરત: મોટા વરાછા (Mota Varacha) ખાતે રહેતા મિત્રો રવિવારે ભજિયાં (Bhajiya) ખાવા માટે ગયા હતા. ત્યારે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા યુવકની પત્નીની અજાણ્યાઓએ છેડતી કરી હતી. અને યુવકને મોંના ભાગે ચપ્પુ (Knife) મારી દીધું હતું. ઝપાઝપીમાં તેના ગળામાં પહેરેલી રૂદ્રાક્ષની માળા પણ ખોવાઈ જતાં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધવામાં આવી હતી.

વરાછા ખાતે એલ.એચ.રોડ પર રહેતા મહેશ પટેલ (નામ બદલ્યું છે) બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. મહેશભાઈ ગઈકાલે તેમના મિત્રો અશોક ઘેલાણી, બ્રિજેશ પટેલ રવિવાર હોવાથી ભજિયાં ખાવા માટે રાત્રે મોટા વરાછા એલ.પી.સવાણી સ્કૂલ પાસે ગયા હતા. ભજિયાંની દુકાનમાં ત્રણ અજાણ્યા પહેલાથી બેસેલા હતા. ત્યારે મહેશભાઈની પત્નીને એક અજાણ્યો તાકી તાકીને જોતો હતો. મહિલાએ તેના પતિ મહેશભાઈને આ અંગે કહેતાં તે અજાણ્યાને કેમ મારી પત્નીને તાકે છે તેમ કહ્યું હતું. અજાણ્યાએ ગાળાગાળી કરી હતી. પરંતુ મહેશભાઈ અને તેમના મિત્રો પરિવાર સાથે હોવાથી તેઓ શાંતિથી ભજિયાં ખાવા બેસી ગયા હતા.

કાળાં કપડાં પહેરેલો વ્યક્તિ ફરીથી તાકીને જોતાં મહેશભાઈ તેને બોલવા માટે જતાં આ અજાણ્યો તેની સાથે એક ટકલો માણસ અને બીજા ત્રણેક જણાએ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. મહેશભાઈ સાથે આવેલા મિત્રો વચ્ચે પડતાં કાળાં કપડાવાળા અજાણ્યાએ મહેશભાઈની પત્નીની છાતીના ભાગે કોણી અડાડી છેડતી કરી હતી. અને અજાણ્યા ટકલાએ ભજિયાંની દુકાનનું ચપ્પુ લઈને મહેશભાઈને મોંના ભાગે મારી દીધું હતું. ઝપાઝપીમાં મહેશભાઈના ગળામાં રહેલી ત્રણ તોલાની રૂદ્રાક્ષની માળા ક્યાંક પડી ગઈ હતી. બાદ પાંચેય અજાણ્યા બાઈક પર ભાગી ગયા હતા. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

અડાજણમાં વૃદ્ધાને ટક્કર મારનારા ઇસમોએ તેના પુત્રને ફરિયાદ પરત ખેંચી લેવાની ધમકી આપી
સુરત: અડાજણમાં સામાન લેવા નીકળેલા 71 વર્ષના વૃદ્ધાને ટક્કર મારનાર અજાણ્યાઓએ વૃદ્ધાના છોકરાને યુનિયન લીડર છીએ તેમ કહી જાનથી મારવાની ધમકી આપી હતી. અડાજણ પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
અડાજણ ખાતે રૂષી કોમ્પ્લેક્સમાં રહેતા 32 વર્ષીય યુવરાજ પ્રવીણ ઓઝાએ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રવીણભાઈ માતા સુશીલાબેન (ઉં.વ.71) ઘરનો સામાન લેવા નીકળ્યાં હતાં. ત્યારે ચાલતા જતી વખતે સાંજે ઇનોવા કાર નં.(એચઆર-46-ડી-7492)ના ચાલકે તેની ગાડી સ્પીડમાં હંકારી લાવી સુશીલાબેનને ટક્કર મારતાં ગંભીર અકસ્માત થયો હતો. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. યુવરાજ હોસ્પિટલમાં હતો ત્યારે સાતેક અજાણ્યા હોસ્પિટલમાં ગયા હતા. અને અમે યુનિયન લીડર છીએ તેમ કહીને યુવરાજે તેમનું આઈકાર્ડ માંગ્યું હતું. આ અજાણ્યાઓએ ગાળાગાળી કરી દાબદબાણ કરી હોસ્પિટલની નીચે લઈ ગયા હતા. અને ત્યાં આઈકાર્ડ બતાવી અમે કોણ છીએ તે બતાવીએ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને સુરત શહેર છોડી દેવું પડશે તેમ કહીને જતા રહ્યા હતા. જેથી યુવરાજે આ અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top