Gujarat

કેન્દ્રિય બજેટને દાદાનો આવકાર : ગરીબ, વંચિત, પીડિત, શોષિતના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું બજેટ

ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાંમંત્રી (Finance Minister) નિર્મલા સિતારામને (Nirmala Sitaramn) રજૂ કરેલા વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટને (Union Budget) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) 2047ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો અને ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, કો- ઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી છે અને આભાર વ્યક્ત કર્યો છે.

  • બજેટમાં ગુજરાતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ગીફ્ટ સિટી
  • IFSCA માટે લાભદાયી જોગવાઇઓ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા મુખ્યમંત્રી
  • ભારતના ૨૦૪૭ અમૃતકાળનો રોડમેપ કંડારતું કેન્દ્રીય બજેટ 2023 – દાદા

પટેલે કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં IFSCA ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે. દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૬૬ ટકાનો વધારો વડાપ્રધાનશ્રીની સૌને આવાસની પ્રતિબદ્ધતાનું પૂરક બનશે. મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્ષમાં રાહત આપવા સાથે આઝાદીના અમૃત કાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આત્મનિર્ભર-સશક્ત ભારતની નેમ સાકાર કરશે.


મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સલાહકાર ડૉ. અઢિયા તેમજ સલાહકાર એસ.એસ.રાઠૌર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો સાથે નિહાળ્યું હતું.

દુરદર્શી અને સંતુલિત બજેટ – ગુજરાતવેપારી મહામંડળનો બજેટને આવકાર
અમદાવાદ: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા 2023- 24ના બજેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટ દુરદર્શી અને સંતુલિત બજેટ છે. જેમાં વર્તમાન જરૂરિયાતોની સાથે સાથે લાંબા ગાળાની વૃદ્ધિ પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બજેટમાં ગ્રીન ગ્રોથ, ઇન્ફાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રોત્સાહન, સ્ટાર્ટઅપ અને એમએસએમઈએસને પ્રોત્સાહિત કરવા, કૃષિ વૃદ્ધિ સુનિશ્ચિત કરવા, ખેડૂતોનું કલ્યાણ તેમ જ પગારદાર મધ્યમ વર્ગને રાહત પૂરી પાડવા જેવા અનેક નિર્ણાયક પાસા ઉપર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે.ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ પથિક પટવારીએ કેન્દ્રીય બજેટ અંગે જણાવ્યું હતું કે બજેટ સમૃદ્ધ અને સર્વ સમાવેશ ભારત તરફનો માર્ગ મોકળો કરશે, તેવી અપેક્ષા છે કારણ કે, તમામ મુખ્ય વિભાગોને બજેટમાં સમાવવામાં આવ્યા છે, અને તેમને અમુક પ્રકારની રાહત અથવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
બેજટની મહતત્વની જાહેરાતમાં

Most Popular

To Top