Business

વડાપ્રધાનની મુલાકાતને પગલે મોટેરામાં અભેદ સુરક્ષા સાથે કિલ્લેબંધી

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા 36માં નેશનલ ગેમ્સનું (National Games) ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારંભને પગલે સમગ્ર મોટેરાને અભેદ સુરક્ષા કિલ્લા સાથે ચારે તરફથી કિલ્લેબંધીમાં બંધ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનની સુરક્ષાને લઈ ચેતક કમાન્ડો સહિત લગભગ 2500 જેટલા સુરક્ષાકર્મીને તૈનાત કરવામાં આવ્યા હતા.

ગુરુવારે સાંજે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મા નેશનલ ગેમ્સ ઉદઘાટન સમારંભમાં રાજ્યભરમાંથી અંદાજે 1.5 લાખ લોકો ઊમટી પડવાના હોવાથી સુરક્ષાની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
નેશનલ ગેમ્સ ઉદઘાટન સમારંભમાં અંદાજે 2500 જેટલા પોલીસકર્મીને ફરજ ઉપર ગોઠવવામાં આવ્યા હતા, જેમાં પાંચ ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, 6 ડીસીપી, 16 એસીપી, 61 પોલીસ ઇન્સ્પેક્ટર, 91 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 1600 પોલીસ કોન્સ્ટેબલ, 4 એસઆરપી કંપનીની ટુકડીઓ, ઉપરાંત ચેતક કમાન્ડો સહિત મહિલા પોલીસ જવાનોને પણ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યા હતા. ટ્રાફિક માટે ખાસ અલગ 1500 જેટલા ટ્રાફિક પોલીસના જવાનોને જુદી જુદી જગ્યાએ ફરજ ઉપર ગોઠવવામાં આવ્યા હતા. તેમજ સતત પોલીસ પેટ્રોલિંગ કરી રહેલા પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાયા હતા.

Most Popular

To Top