National

કેન્દ્ર સરકારે 67 પોર્ન વેબસાઈટ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો

કેન્દ્ર સરકારે (Central Government) ગુરુવારે 67 પોર્ન વેબસાઈટ (Website) પર પ્રતિબંધ લગાવતો આદેશ જારી કર્યો છે. સરકારે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને 2021માં જારી કરાયેલા નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ 67 પોર્ન વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને (Internet Service Provider) મોકલવામાં આવેલા ઈમેલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ પુણે કોર્ટના આદેશના આધારે કંપનીઓને 63 વેબસાઈટ દૂર કરવા કહ્યું છે. જ્યારે ચાર વેબસાઈટ (Website) ઉત્તરાખંડ હાઈકોર્ટના (High Court) આદેશો અને ઈલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશો પર આધારિત છે.

DoT દ્વારા 24 સપ્ટેમ્બરે જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યવર્તી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો-2021, ઉત્તરાખંડ હાઈકોર્ટના નિયમ-3(2)(b) સાથે વાંચવામાં આવે છે. આદેશ અને નીચે દર્શાવેલ વેબસાઈટ પર ઉપલબ્ધ કેટલીક અશ્લીલ સામગ્રીને ધ્યાનમાં રાખીને જે મહિલાઓના શીલનો ભંગ કરે છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ વેબસાઈટ/યુઆરએલને તાત્કાલિક બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે.

2021માં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા લાગુ કરાયેલા નવા આઈટી નિયમો અંતર્ગત કંપનીઓ માટે તેમના દ્વારા સંગ્રહિત અથવા પ્રકાશિત સામગ્રીના પ્રસારણને અવરોધિત અથવા અક્ષમ કરવાનું ફરજિયાત બનાવે છે જે કોઈ વ્યક્તિને સંપૂર્ણ અથવા આંશિક રીતે નગ્ન બતાવે છે. અથવા તેને જાતીય સંબંધમાં જોડાવવા કે તેમા લિપ્ત બતાવે છે. નવા IT નિયમો હેઠળ કંપનીઓ માટે કથિત રૂપે ઢોંગ અથવા કૃત્રિમ રીતે સંશોધિત સામગ્રીને અવરોધિત કરવી પણ ફરજિયાત છે.

Most Popular

To Top