National

બિહાર: RJD નેતા શિવાનંદ તિવારીએ કહ્યું- “પાકિસ્તાન ઝિંદાબાદ” ના નારા માત્ર વિરોધનો એક ભાગ

બિહારના શાસક પક્ષ આરજેડીના (RJD) વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ (Shivanand Tiwari) આજે ​​પુણેમાં પીએફઆઈના વિરોધ દરમિયાન લગાવેલા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારાને સમર્થન આપ્યું હતું. આ પ્રકારનું નિવેદન કરીને આરજેડી નેતાએ રાજકારણની આગમાં વધુ ઘી ઉમેર્યું છે. પુણેમાં પીએફઆઈના (PFI) વિરોધ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા પર આરજેડી નેતા શિવાનંદ તિવારીએ જણાવ્યું કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા માત્ર વિરોધનો એક ભાગ છે. તેનો અર્થ એ નથી કે આવા નારા લગાવનારા પાકિસ્તાની બની જશે અને પાકિસ્તાન (Pakistan) જતા રહેશે.

  • પુણેમાં પીએફઆઈના (PFI) વિરોધ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા પર આરજેડી નેતા શિવાનંદ તિવારીનું નિવેદન
  • પાકિસ્તાન ઝિંદાબાદના નારા માત્ર વિરોધનો એક ભાગ છે. તેનો અર્થ એ નથી કે આવા નારા લગાવનારા પાકિસ્તાની બની જશે અને પાકિસ્તાન જતા રહેશે.
  • શનિવારે મહારાષ્ટ્રના પુણેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના વિરોધ દરમિયાન, “પાકિસ્તાન ઝિંદાબાદ” ના નારા લગાવતા વિરોધીઓનો એક વીડિયો સામે આવ્યો હતો

તમને જણાવી દઈએ કે શનિવારે મહારાષ્ટ્રના પુણેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના વિરોધ દરમિયાન, “પાકિસ્તાન ઝિંદાબાદ” ના નારા લગાવતા વિરોધીઓનો એક વીડિયો સામે આવ્યો હતો. આ ઘટના બાદ મહારાષ્ટ્ર સરકારે તીખી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સૂત્રોચ્ચાર કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

શું કહ્યું શિવાનંદ તિવારીએ?
RJDના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ ANI સાથે વાત કરતા PFIના પ્રદર્શન અને સૂત્રોચ્ચાર પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે વિરોધ કરવાની તેમની રીત છે અને આ તેમનો પોતાનો મુદ્દો છે અને તેના પર ટિપ્પણી કરવી તદ્દન ખોટી છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે નારા લગાવનારાઓને વીણી વીણીને મારીશું. આવા જવાબને કારણે અન્ય દેશોમાં ભારતીયોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેઓ જે દેશોમાં છે તેની સામે નફરત વ્યક્ત થવા લાગી છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યમાં આવા સૂત્રોચ્ચાર સહન કરવામાં આવશે નહીં. જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સૂત્રોચ્ચારમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. વિડીયોમાં જોવા મળે છે કે જ્યારે અટકાયત કરાયેલા પીએફઆઈ કાર્યકરોને પોલીસ વાહનમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ઘણી વખત આ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ આવા નારા લગાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પુણે પોલીસે કહ્યું છે કે તેઓ તેની તપાસ કરી રહ્યા છે. PFIના પરિસર પર દેશવ્યાપી દરોડાના વિરોધમાં સંગઠને શુક્રવારે પુણે શહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

આ દરમિયાન પોલીસે 40 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા અટકાયત વખતે વિરોધકર્તાઓએ કથિત રીતે “પાકિસ્તાન ઝિંદાબાદ” ના નારા લગાવ્યા હતા. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. પોલીસે પહેલાથી જ PFI સભ્યો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રદર્શન કરવા બદલ કેસ નોંધ્યો છે અને અમે સૂત્રોચ્ચારના કેસની તપાસ કરી રહ્યા છીએ.

આ દરમિયાન ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ ટ્વિટર પર કહ્યું કે જે લોકોએ પાકિસ્તાન તરફી નારા લગાવ્યા છે તેઓએ યાદ રાખવું જોઈએ કે તેમને બક્ષવામાં આવશે નહીં. રાણેએ કહ્યું કે પુણેમાં પીએફઆઈના સમર્થનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા તમામને શોધી શોધીને મારવામાં આવશે. બીજેપીના અન્ય ધારાસભ્ય રામ સાતપુતેએ પણ સૂત્રોચ્ચાર કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.

Most Popular

To Top