Charchapatra

પેટ્રોલ-ડીઝલના ભાવનું ચલકચલાણું

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવનેક ારણે ભીંસમાં મુકાઇ છે. મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી પેટ્રોલ-ડીઝલમાં પ્રજાને કોઇ રાહત આપી શકી નથી. દેશની સરકાર આમ તો પ્રજાના હિતમાં સર્વજન હિતાય સર્વજન સુખાયની ભાવના સાથે રાજ કરતી હોવી જોઇએ તેને બદલે મોદીજીની સરકાર લૂંટ ચલાવી રહી છે.

છેલ્લા થોડાક દિવસના ગુજ.મિત્રના સમાચાર જુઓ પાકિસ્તાનમાન ભારત કરતા પેટ્રોલ ડીઝલના અડધા ભાવ, પેટ્રોલ ડીઝલમાં ભારત સરકાર 61 ટકા ડયુટી અને વેરા વસુલે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પેટ્રોલ 100 રૂા.ને પાર આ ઉપરાંત ગુજરાતમિત્રએ તા. 19.2ના ફ્રંટ પેજ પર દર્શાવ્યું છે કે મનમોહનના રાજમાં આંતરરાષ્ટ્રીય ભાવ બેરલના 103 ડોલર હોવા છતાં પેટ્રોલ 71 રૂા. વેચાતુ હતુ જયારે આજે પેટ્રોલ 63 ડોલરે છે છતા મોદીજી 100 રૂા.નો ભાવ વસુલે છે. વળી એ પ્રજાને મુર્ખ સમજતા હોય એમ પેટ્રોલ ડીઝલ ભાવના મામલે જુની મનમોહન સરકારને સાત વર્ષ પછી જવાબદાર ગણાવે છે.

(ગુજ.મિત્ર તા. 18.2) કેવું વાહિયાત નિવેદન! જો દેવાદાર ભુખડી બારસ પાકિસ્તાન સરકાર આજની તારીખે પોતાની પ્રજાને પેટ્રોલ 58 રૂા. અને ડીઝલ 55 રૂા. ના ભાવે આપી શકતી હોય તો અહીંયા કેમ આટલું મોંઘું છે? બીજા પર દોષનો ટોપલો ઓઢાડતા પહલા પોતાના વહીવટની ખામીઓ તો તપાસો.

સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top