Dakshin Gujarat

પારડીના કલસર ચેકપોસ્ટ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી

પારડી : પારડી (Pardi) પોલીસની ટીમે કલસર ચેકપોસ્ટ (Kalsar Checkpost) પર દમણથી દારૂ ભરીને આવતી કારને (Car) રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રૂ. 1 લાખનો દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કલસર ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન દમણ તરફથી દારૂ ભરેલી કાર આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતાં બુટલેગરે કારને પૂરઝડપે હંકારી મૂકી હતી. જેનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. કાર પલસાણા કોસ્ટેલ હાઇવેથી પરત દમણ તરફ ભાગવા જતા કલસર કસ્ટમ ચેકપોસ્ટ આગળ ઝાડ સાથે અથડાઇ હતી.

3 લાખની કાર સહિત કુલ રૂ.4.05.600 નો મુદ્દામાલ કબ્જે લીધો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બેઠેલા બે ઇસમ કાર મૂકી ભાગવા જતાં ચાલક અપૂર્વ ઉર્ફે પીકું હરીશ પટેલ (રહે. દમણ મોટી વાંકડ) ઝડપાઇ ગયો હતો. જ્યારે અન્ય એક ઈસમ જોય ઉર્ફે સ્કીમ એડવિન ખંભાતીયા (રહે હનુમાન ડુંગરી પારડી) ભાગી છૂટ્યો હતો. કારમાંથી પોલીસે દારૂની બોટલ નંગ 1200 જેની કિ.રૂ. 1.05.600, કાર ની કિ.રૂ. 3 લાખ સહિત કુલ રૂ.4.05.600 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પૂછપરછમાં આ કારનું પલસર બાઈક અને સ્વિફ્ટ કારમાં બે ઇસમ પાયલોટિગ કરતાં હોવાનું જણાવ્યુ હતું. જેમાં પાયલોટિંગ કરનાર યુગલ વિજય પટેલ, ભૌતિક વિજય પટેલ (બંને રહે પારડી હનુમાન ડુંગરી) અને ધ્રુવ પટેલ (રહે દમણીઝાંપા) તેમજ જીતુ પ્રેમાભાઈ પટેલ (રહે મોટી વાંક્ડ દમણ) અને ભાગી છૂટેલા પ્રશાંત પટેલ (રહે દમણ) સહિત 5 ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.

કરચેલિયામાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો છાપો: 10 જુગારી ઝડપાયા
અનાવલ, મહુવા: મહુવા તાલુકાના કરચેલિયા ગામે આવેલી આઇટીઆઇની પાછળ જુગાર રમી રહેલા દસ જુગારીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રંગે હાથ પકડી પાડી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગુરુવારે રાત્રે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહુવા પોલીસમથક વિસ્તારના કરચેલિયા ગામની આઇટીઆઇ પાછળ ગોચરની ખુલ્લી જગ્યામાં જિતેન્દ્ર ઉર્ફે લાલુ નગીન ઓડ તથા મહેન્દ્ર નગીન ઓડ ભેગા મળી વરલી મટકાના અંક પર જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. પોલીસને જોઈને કેટલાક જુગારીઓ ખેતરાડી વિસ્તારમાં નાસી છૂટ્યા હતા.

Most Popular

To Top