Top News

More Posts

   The Latest

Most Popular

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને તેમજ વપરાયેલા ગંદા પાણી રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો પણ ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં પ્રયાસો કરાઈ રહ્યા છે.

તમામ શહેરોમાં પીવાના પાણી તથા ભુગર્ભ ગટરની સુવિધા પૂરી પાડવા માટેના કામો હાથ ધરવામાં આવ્યા છે. તદઅનુસાર ભુગર્ભ ગટર યોજનાના કુલ ૧૮૩ કામો ૧૫૬ નગરપાલિકાઓ માટે મંજૂર કરવામાં આવ્યા છે અને ૧૪૪ નગરપાલિકાઓમાં આવા કામો પૂર્ણ થઈ ગયા છે.

હવે મંજૂર કરેલા આ નવ નગરપાલિકાઓના S.T.Pના કામો પૂર્ણ કરાશે. સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાના કારણે ટુંક સમયમાં જ રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકાઓમાં STP પ્લાન્ટ કાર્યરત કરવાનો લક્ષ્યાંક પૂર્ણ થશે.

To Top