Business

આ વર્ષનો એલઆઈસી આઈપીઓ દેશનો સૌથી મોટો આઇપીઓ હશે

ન્યુ દિલ્હી: સરકારે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની (LIC) ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) શરૂ કરવાની કવાયત તેજ કરી છે. એવા સમચાર સામે આવી રહ્યા છે કે એલઆઈસી આ મહિનાના અંત સુધીમાં એટલે કે 25 થી 29 એપ્રિલની વચ્ચે તેનો આઈપીઓ લાવી શકે છે. જે દેશનો સૌથી મોટો આઇપીઓ હશે. આ સાથે એવી પણ ચર્ચા છે કે સરકાર (Government) આઇપીઓ દ્વારા એલઆઈસીમાંની (LIC) તેની 5 ટકાથી વધુ ભાગીદારી (Partnership) વેચી શકે છે.

આ અંતર્ગત આઈપીઓની તૈયારીઓ સાથે સંકળાયેલા મંત્રીઓના જૂથ અને અધિકારીઓની બેઠકમાં આ મહિનામાં એલઆઈસી આઈપીઓ શરૂ કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું હોવાની વાત સામે આવી છે. થયેલી બેઠકમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં આઇપીઓ લોન્ચ કરવા માટે સ્થિતિ યોગ્ય છે. મળતી માહિતી અનુસાર એલઆઈસીના આ મહિનાના અંત સુધીમાં એટલે કે 25 થી 29 એપ્રિલની વચ્ચે તેનો આઈપીઓ લાવી શકે છે. તેમજ બુધવાર 13 એપ્રિલના રોજ એલઆઈસીએ તેનું UDRHP અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP) સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે ફાઇલ કરી શકે છે.

જાણવી દઈએ કે સરકાર માર્ચમાં એલઆઈસી આઇપીઓ લાવવાની હતી. પરંતુ રુસ-યુક્રેન યુદ્ધ વચ્ચે વૈશ્વિક બજારમાં વેચાણ સમસ્યાના કારણે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે બજારની સ્થિતિ સામાન્ય થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે સરકાર ટૂંક સમયમાં એલઆઈસીનો આઈપીઓ લાવી શકે છે. સરકાર એલઆઈસી આઈપીઓ દ્વારા તેમનો 5 થી 6.5 ટકા હિસ્સો વેચી શકે છે. સરકાર એલઆઈસી આઈપીઓ દ્વારા 50,000 થી 60,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઉલેખનીય છે કે એલઆઈસીનો આ આઇપીઓ દેશનો સૌથી મોટો આઇપીઓ હશે. આઈઆઈસીના આ આઈપીઓ દ્વારા સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં 78,000 કરોડ રૂપિયાના તેના સુધારેલા ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને પહોંચી વળવા 60,000 કરોડથી રૂપિયા વધુ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

Most Popular

To Top