Business

LIC ટેક્સજાળમાં ફસાઈ, અધિકારીઓએ ઓછા પેમેન્ટ માટે આટલા કરોડની નોટિસ ફટકારી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની જીવન વીમા કંપની LIC એટલે કે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને બે નાણાકીય વર્ષ માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની ચુકવણી બાબતે નોટીસ આપવામાં આવી છે. ટેક્સના (Tax) અધિકારીઓ તરફથી LICને લગભગ રૂ. 178 કરોડની નોટિસ મળી છે. LICએ મંગળવારે શેરબજારને (Stock market) આ માહિતી આપી હતી.

પ્રાપ્ત માહિતીમાં કહેવામાં આવ્યું છે કે કંપનીને એડિશનલ કમિશનર, જમશેદપુર (સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ) તરફથી વ્યાજ અને દંડ માટે ઓર્ડર મળ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નોટિસ ‘રિવર્સ ચાર્જ’ વ્યવસ્થા પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો સમય પહેલા લાભ લેવા માટે છે.

GST માંગ સાથે વ્યાજ અને દંડ
મળેલ માહીતી મુજબ કંપનીએ એડિશનલ કમિશનર પાસેથી કુલ 161,62,33,898 રૂપિયાની GST ડિમાન્ડ સાથે તેના પર વ્યાજ અને નાણાકીય વર્ષ 2018-19 અને 2019-20 માટે 16,16,23,390 રૂપિયાની પેનલ્ટી નોટિસ મેળવી છે. એક બીજા મેસેજમાં એલઆઇસીએ જણાવ્યું હતું કે ટેક્સ અધિકારીઓએ તેમને નાણાકીય વર્ષ 2017-18 માટે આશરે રૂ. 39.39 લાખની જીએસટીની ટૂંકી ચુકવણી માટે નોટિસ આપી છે.

જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ જણાવ્યું હતું કે તે 26 માર્ચ, 2024 ના રોજ કમિશનર (અપીલ્સ), અમદાવાદનો સંપર્ક કરશે, જેમાં 2017-18 ના નાણાકીય વર્ષ માટે જીએસટી અને તેના પર લાગુ વ્યાજની સાથે રૂ. 19,74,584 દંડની માંગણીના આદેશ સામે અપીલ કરવામાં આવી છે. તેમજ આ મામલે પહેલાંથી જ અપીલ દાખલ કરવામાં આવી હતી.

એલઆઈસીએ આદેશ સામે અપીલ દાખલ કરી હતી
અન્ય મેસેજમાં એલઆઈસીએ વધુમાં જણાવ્યું હતું કે આદેશના વિરુધ્ધમાં આયુક્ત (અપીલ) દેહરાદૂન સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી છે. ઓર્ડર હેઠળ 38,92,592 રૂપિયાના દંડની સાથે 3,89,25,914 રૂપિયાના GST અને 2017-18 માટે તેના પર લાગુ વ્યાજની માંગ કરવામાં આવી છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) વૈશ્વિક સ્તરે સૌથી મજબૂત વીમા બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યું છે. બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ 100, 2024ના અહેવાલમાં જણાવાયું છે કે LICની બ્રાન્ડ મૂલ્ય US$9.8 બિલિયન પર સ્થિર છે.

Most Popular

To Top