Business

લાખો LIC કર્મચારીઓને સરકારની મોટી ભેટ, DA પછી પગારમાં 17%નો વધારો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે (Central Govt) LIC કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપી દીધી છે. લગભગ 1 લાખ કર્મચારીઓ અને 30 હજાર પેન્શનધારકોને (Pensioners) તેનો લાભ મળશે. કેન્દ્ર સરકારે LIC કર્મચારીઓના પગારમાં (Salary) 17 ટકાના વધારાને મંજૂરી આપી છે. આ વધારો ઓગસ્ટ 2022થી લાગુ ગણવામાં આવશે. જેનો અર્થ એ થયો કે LIC કર્મચારીઓને આવતા મહિને તેમના પગારની સાથે મોટી રકમ મળી શકે છે.

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ LICના કર્મચારીઓનો પગાર આવતા મહિનાથી વધશે. કર્મચારીઓના પગારમાં 17 ટકાના વધારા બાદ LIC પર દર વર્ષે 4000 કરોડ રૂપિયાનો બોજ પડશે. તેમજ 1 એપ્રિલ 2010 પછી જોડાયેલા 24,000 કર્મચારીઓનું NPS યોગદાન 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યું છે.

પેન્શનરોને એકસાથે રકમ મળશે
પગાર સુધારામાં એલઆઈસી પેન્શનરોને તેમના યોગદાનને પ્રોત્સાહન આપવા માટે એકસાથે ચૂકવણીનો પણ સમાવેશ થાય છે. જેમાં 30 હજારથી વધુ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને તેનો લાભ મળશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે સરકારે અગાઉ ફેમિલી પેન્શનની રકમમાં વધારો કર્યો હતો. જેનો લાભ 21 હજારથી વધુ ફેમિલી પેન્શનર્સને મળ્યો હતો. કંપનીએ કહ્યું કે આ ફેરફારથી LIC સાથે જોડાયેલા કર્મચારીઓ અને પેન્શનરો પર સકારાત્મક અસર પડશે.

LICએ કહ્યું…
સમગ્ર નિર્ણય બાબતે કંપનીએ કહ્યું, આ નિર્ણય LICને ભાવિ પેઢી માટે વધુ આકર્ષક રોજગાર પ્રસ્તાવ પણ આપશે. આ વેતન સુધારણા માટે LIC ભારત સરકારની આભારી છે. જેનાથી તમામ LIC કર્મચારીઓ અને તેમના પરિવારોને નજીકના ભવિષ્યમાં લાભ મળશે. જણાવી દઇયે સરકારે તાજેતરમાં મોંઘવારી ભથ્થામાં 50 ટકાનો વધારો કર્યા બાદ LICના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. જેનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર હેઠળના કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો જોવા મળશે.

મોંઘવારી ભથ્થાની ભેટ મળી
કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના પગારમાં વધારાનો મોટો નિર્ણય લેતા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં 4 ટકાથી 50 ટકાનો વધારો થયો છે. જેનાથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2024થી લાગુ ગણવામાં આવશે.

Most Popular

To Top