National

Lok Sabha Election 2024: દેશમાં 19 એપ્રિલથી 7 તબક્કામાં ચૂંટણી, 4 જૂને જનાદેશ

નવી દિલ્હીઃ (New Delhi) દેશમાં લોકસભાની 543 સીટો માટે ચૂંટણીની (Loksabha Election 2024) જાહેરાત થઈ ચુકી છે. ચૂંટણી પંચે શનિવારે બપોરે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 19 એપ્રિલે દેશમાં પહેલા તબક્કામાં 102 સીટો માટે 18મી લોકસભા માટે મતદાન શરૂ થશે. વિવિધ રાજ્યોમાં કુલ 7 તબક્કાઓમાં લોકસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર થશે. પહેલા તબક્કામાં 21 રાજ્યોમાં માં ચૂંટણી યોજાશે. 26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજયોમાં 89 સીટો માટે ચૂંટણી યોજાશે. 7 મે ના રોજ ત્રીજા તબક્કામાં 12 રાજ્યોમાં 94 સીટો પર, ચોથા ચરણમાં 13 મે ના રોજ 10 રાજ્યોમાં 96 સીટો પર, 20 મે ના રોજ પાંચમા ચરણમાં 8 રાજ્યોમાં 49 સીટો માટે ચૂંટણી યોજાશે. જ્યારે છઠ્ઠા ચરણમાં 57 સીટો માટે 25 મેના રોજ 7 રાજ્યોમાં અને અંતિમ સાતમાં ચરણમાં 57 સીટો માટે 1 જૂનના રોજ 8 રાજ્યોમાં મતદાન થશે. 97.8 કરોડ વોટર્સ ચૂંટણીમાં ભાગ લેશે. 10.5 લાખ પોલિંગ બૂથ હશે. 1.5 કરોડ અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં જોડાશે.

1 કરોડ 80 લાખ નવા વોટર્સ
છેલ્લા લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. શનિવાર એટલે કે 16 માર્ચ 2024ના રોજ ઇલેક્શન કમિશન દ્વારા આયોજીત પ્રેસકોન્ફરન્સમાં ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ રાવે આ જાહેરાત કરી હતી. 1 કરોડ 80 લાખ નવા વોટર્સ આ વખતે ચૂંટણીમાં જોડાશે. 1 એપ્રિલ 2024ના રોજ 18 વર્ષના ઉંમર વટાવનારા યુવાનો પણ મતદાન કરી શકશે. 49 કરોડ 70 લાખ પુરુષ મતદાતાઓ હશે. 2.18 લાખ 100 વર્ષથી વધુ ઉંમરના મતદાર હશે.

47 કરોડ 15 લાખ મહિલા મતદાતા
47 કરોડ 15 લાખ મહિલા મતદાતાઓ હશે. દરેક 1000 મતદાતાઓમાં 948નો રેશિયો મહિલા મતદાતાઓનો હશે. દેશના 12 રાજ્યો એવા છે જ્યાં મહિલા વોટર્સની સંખ્યા વધી છે. ટ્રાન્સજેન્ડર વોટર્સની સંખ્યા 48000 છે. ઈવીએમથી 95 લાખ વોટ પડશે. જણાવી દઈએ કે દેશમાં 17 લોકસભા ઇલેક્શન યોજાઈ ચુક્યા છે અને આ 18મું લોકસભા ઇલેક્શન હશે.

પોલિંગ બૂથ પર સુવિધાઓ
દરેક બૂથ પર પીવાનું પાણી, ટોયલેટ હશે. વિકલાંગો માટે વ્હીલચેર અને રેમ્પ બનાવાશે. દરેક પોલિંગ બૂથ પર હેલ્પ ડેસ્ક હશે. 85 વર્ષથી વધુ ઉંમરના લોકો પાસેથી ઘરે ઘરે વોટ લેવા જવાની વ્યવસ્થા રહેશે. જેને 40 ટકાથી વધુ ડિસએબિલિટી હોય તેવા લોકો જો બૂથ પર ન આવવા માંગતા હોય તો ઇલેક્શન કમિશન તેઓના ઘર વોટ લેવા જવાની વ્યવસ્થા કરશે. પોલિંગ બૂથનો સ્ટાફ બરફમાં, જંગલમાં હેલીકોપ્ટરથી કે હાથી પર વોટ લેવા જાય તેવી વ્યવસ્થા પણ કરાશે. ચૂંટણી કર્મચારીઓ અને અધિકારીઓ ઉપરાંત 2100 ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવશે.

જણાવી દઈએ કે દેશની 17મી લોકસભાનો અને વર્તમાન સરકારનો કાર્યકાળ 16 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. છેલ્લી લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ 10 માર્ચે જાહેર કરવામાં આવ્યો હતો. આ ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી અને 11 એપ્રિલથી મતદાન શરૂ થયું હતું. 23 મેના રોજ મતગણતરી કરવામાં આવી હતી.

Most Popular

To Top