uncategorized

સુરતની આ શાળામાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને સજા આચાર્ય ભોગવે છે, 3 દિવસ સુધી મૌન રહે છે

સુરત: દરેક સ્કૂલોના (School) જુદા-જુદા નિયમો અને કાયદાઓ હોય છે. જો કોઇ વિદ્યાર્થી (Students) તેનુ ઉલ્લંઘન કરે તો સામાન્ય રીતે તેને સજા (Punishment) કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થીએ હોમવર્ક ના કોર્યું હોય, યુનિફોર્મ વગર સ્કૂલે પહોંચે ,ધમાલ કરતો હોય અથવા સ્કૂલમાં મોડો પહોંચે તો શિક્ષક કેે આચાર્ય તેને ઠપકો આપે કે પછી નાની સજા કરે છે. વધુ હોમવર્ક આપે છે કે અમુક પાઠ યાદ કરવાનું કહેવામાં આવે છે. મોટેે ભાગે શાળાઓમાં આવી જ શિક્ષા અપાતી હોય છે. પરંતુ સુરતની એક એવી સ્કૂલ છે જ્યા વિદ્યાર્થીઓની ભૂલ પર શિક્ષકો પોતાને સજા આપે છે.

  • વિદ્યાર્થીઓના ભૂલ કરવા પર શિક્ષકો પોતાને સજા આપે છે
  • વિદ્યાર્થીઓને લીમડાનો કડવો રસ પિવડાવવામાં આવેક છે
  • આચાર્ય પોતાની ભૂલ સમજી 15 દિવસ સુધી સ્કૂલે બુટ ચંપલ વગર આવે છે

સામાન્ય રીતે ભૂલ કરનાર વિદ્યાર્થીઓને સજા કરવામાં આવે છે. પરંતુ સુરતની વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સજા આપવાના બદલે શિક્ષક પોતાની જાતને અનોખી રીતે સજા આપે છે. અહીં વિદ્યાર્થીઓને આ અનોખી સજા રૂપે લીમડાનો કડવો રસ પિવડાવવામાં આવે છે. જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે. આ શાળા વિદ્યાર્થીઓને સજાને બદલે તેમનુ સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટેેના પ્રયાસો કરી રહી છેે. આ શાળાએ વિદ્યાર્થીઓની સજામાં ફેરફાર કરી એક નવી પહેલ કરી છે. આ સજા એવી હોય છે જે વિદ્યાર્થીઓના પોતાના હિતમાં હોય છે.

વાત અહીં અટકતી નથી. વિદ્યાર્થીઓની ભૂલ પર ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ સ્કૂલના શિક્ષક અને આચાર્ય પણ સજા ભોગવે છે. કોઇ પણ વિદ્યાર્થીની ભૂલ પર આ શાળાના આચાર્ય પોતાને સજા કરતા હોય છેે. તેમનુ એવુ માનવુ છેે કે તેમના શિક્ષણ આપવામાં જ કંઈક ઉણપ રહી ગઈ હશે તેથી વિદ્યાર્થીઓ આવી ભૂલો કરે છે. સ્કૂલના આચાર્ય 15 દિવસ સુધી સ્કૂલે બુટ ચપલ વગર આવતા હોય છે, 51 કલાક સુધી રેંટિયો કાતતા હોય છે. તેમજ 3 દિવસ સુધી મૌન રહી પોતાને સજા આપે છે. આવીજ અનોખી સજા શિક્ષકો પણ પોતાની જાતને કરે છે. આ રીતે તેઓ વિદ્યાર્થીમાં ખામી કાઢવાને બદલે પોતાનેે સજા આપી વિદ્યાર્થીઓને સમજાવવા માંગે છે.

Most Popular

To Top