Dakshin Gujarat

ભરૂચમાં બે પાડોશી લૂંટ કરવા ઘરમાં ઘૂસ્યા, મહિલા જાગી ગઈ અને પછી થયો આ અંજામ

ભરૂચ: ભરૂચ (Bharuch) તાલુકાના શુકલતીર્થ ગામે બે પાડોશીઓએ સામે રહેતી મહિલાના (Women) ઘરમાં (House) લૂંટ કરવાનો પ્લાન (Plane) ઘડી બારીમાંથી ઘરમાં ઘૂસ્યા હતા. ઘરમાં ઊંઘતી મહિલા જાગી જતા લૂંટારૂઓને ઓળખતી કાઢ્યા હોવાથી લૂંટનો ભાંડો ન ફૂટી જાય તે માટે બંને લુંટારૂએ મહિલાનું તકિયા વડે મોઢું દબાવી તીક્ષ્ણ હથિયારથી મહિલાને ઘા ઝીંકી ભાગી ગયા હતા. પોલીસે (Police) એફએસએલની (FSL) મદદ (Help) લેવા સાથે બંને લુંટારૂઓ સામે ગુનો (Complaint) દાખલ કર્યો છે.

  • મહિલાની દીકરીનું શ્રીમંત હોવાથી ઘરમાં દાગીના-રોકડા હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો
  • મહિલાના ઘરમાં લૂંટ કરવાનો પ્લાન ઘડી બારીમાંથી ઘરમાં ઘૂસ્યા
  • મહિલાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લોહી લુહાણ કરી પાડોશી લુંટારૂ ભાગી ગયા
  • મહિલા ઘરની બહાર નીકળી બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા

નબીપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના અનુસાર ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના નર્મદા ફળીયાના માછીવાડ વિસ્તારમાં નયનાબેન ગીરીશભાઈ માછી પટેલ પોતાના ઘરમાં ઊંઘી રહ્યા હતા તે દરમ્યાન તેઓના ઘરની સામે રહેતા પંકજભાઈ સોમાભાઈ માછી પટેલ અને અર્જુનભાઈ ગણપતભાઈ માછી પટેલ લૂંટના ઈરાદે મુખ્ય દરવાજાની બારીમાંથી ઘરમાં ઘૂસ્યા હતા. નયનાબેનની દીકરીનું શ્રીમંત હોવાથી તેમના ઘરમાં રોકડ અને સોના – ચાંદીના દાગીના હોવાનું અનુમાન લગાવી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જો કે નયનાબેનની ઊંઘ ઉડી જતા ઘરમાં પ્રવેશેલા પંકજ પટેલ અને અર્જુલ પટેલને પૂછ્યું ‘તમે મારા ઘરમાં કેવી રીતે ઘુસ્યા’. જેથી ભાંડો ફૂટી જતાં એકે મહિલાના પગ પકડી બીજાએ ટકિયા વડે મોઢું દબાવી મહિલાને મારી નાંખવાની કોશિશ કરી હતી. મહિલાએ જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો. ત્યારે મહિલાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લોહી લુહાણ કરી પાડોશી લુંટારૂ ભાગી ગયા હતા.

લોહીલુહાણ હાલતમાં મહિલા ઘરની બહાર નીકળી બૂમ પાડતાં લોકો મદદ દોડી આવ્યા
ગંભીર રીતે ઘવાયેલી નયનાબેન માછી પટેલે ઘરની બહાર નીકળી બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને લોહી લુહાણ નયનાબેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું પોલીસે નિવેદન લેતા લૂંટ કરવા આવેલા પંકજ અને અર્જુનના નામ આપતાં પોલીસે બંનેની લૂંટ અને હત્યાના પ્રયાસમાં ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top