Dakshin Gujarat

આઈપીએલ ટુર્નામેન્ટે પોલીસ હોમગાર્ડને રાતોરાત કરોડપતિ બનાવી દીધો

સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) પોલીસ (Police) વિભાગનો એક હોમગાર્ડ રાતોરાત કરોડપતિ બની ગયો છે. આઈપીએલ (IPL) પર ડ્રીમ 11 ની ટીમ બનાવતા આ ટીમ શ્રેષ્ઠ ટીમ (Best Team) જાહેર થઈ હતી. જેના ઈનામ (Gift) રૂપે આઈપીએલએ હોમગાર્ડ માટે રૂ. 2 કરોડનું ઇનામ જાહેર કર્યું છે.

  • પોલીસ વિભાગનો એક હોમગાર્ડ રાતોરાત કરોડપતિ બની ગયો
  • ફાજલ સમયમાં શોખ પૂરો કરવા આઈપીએલના ડ્રીમ-11 પર ટીમ બનાવી નસીબ અજમાવ્યું
  • ડ્રીમ-11 ની ટીમ વિશ્વમાં શ્રેષ્ઠ ટીમ જાહેર થતાં રૂપિયા 2 કરોડનું ઈનામ જાહેર કર્યું
_upscale

સેલવાસ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને દાનહના વાસોના બડુપાડમાં રહેતા એચ.જી. વસંત પોતાની ડ્યૂટી બાદના ફાજલ સમયમાં પોતાનો શોખ પૂરો કરવા આઈપીએલના ડ્રીમ-11 પર ટીમ બનાવી નસીબ અજમાવી રહ્યો હતો. એચ.જી.વસંતે આ ટીમમાં 3 ભારતીય ખેલાડીઓ (Player) અને 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો. ત્યારે જાણે વસંતનું નસીબ ખરેખર ખુલી ગયુ હોય એમ તેણે બનાવેલી ડ્રીમ-11 ની ટીમ આખા વિશ્વમાં શ્રેષ્ઠ ટીમ જાહેર થતાં આઈ.પી.એલ. એ એચ.જી. વસંતને રૂપિયા 2 કરોડનું ઈનામ જાહેર કર્યું છે. ત્યારે એક સામાન્ય કુટુંબમાં જન્મેલા વસંતને આટલી મોટી માતબર રકમનું ઈનામ જાહેર થતાં જ તેના અને પરિવારના અન્ય સદસ્યોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

ટી-20 ટીમમાં જેટલા વધુ ઓલરાઉન્ડર તેટલું વધુ સારું : શાર્દુલ ઠાકુર
મુંબઇ : દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરનું માનવું છે કે ટી-20 ટીમમાં ઓલરાઉન્ડર હોવા ઘણાં મહત્વપૂર્ણ છે, કારણકે જ્યારે કોઇ નિષ્ણાત પોતાના વિભાગમાં ફેલ જાય છે ત્યારે મલ્ટિ સ્કીલ ધરાવતા ક્રિકેટરની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે. દિલ્હી કેપિટલ્સની ટીમમાં શાર્દુલની સાથે જ મિચેલ માર્શ, અક્ષર પટેલ, લલિત યાદવ અને મનદીપ સિંહના રૂપમાં ઘણાં ઓલરાઉન્ડર છે. શાર્દુલે દિલ્હી કેપિટલ્સની ટીમની પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે અમારી બેટીંગમાં ઘણું ઉંડાણ છે. જેટલા વધુ ઓલરાઉન્ડર હશે, ટી-20માં કોઇ ટીમ માટે એ વધુ બહેતર રહેશે. જો તમે ટોચના ક્રપની વિકેટ ઝડપથી ગુમાવી દો છો તો છઠ્ઠા, સાતમા અને આઠમા ક્રમે બેટીંગ કરનારા ખેલાડીઓની ભૂમિકા મહત્વપૂર્ણ બની જાય છે.

Most Popular

To Top