Vadodara

પાર્કિંગમાં ભાજપનું કાર્યાલય કેટલું યોગ્ય?

વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 18 માં સમાવિષ્ટ માંજલપુર ઈવા મોલ સામે એક બિલ્ડીંગના પાર્કિંગમાં કેબિનમાં પાર્ટીનું કાર્યાલય ઉભું કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે આ પહેલા પાર્કિંગની જગ્યામાં નો પાર્કિંગનું બોર્ડ લગાવાયું હતું.હાલ જેને કાઢી લેવામાં આવ્યું છે.પરંતુ આ કાર્યાલય શરૂ કરનાર સામે કેમ પાલિકાના શાષકો અને અધિકારીઓ ગભરાઈ રહ્યા છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. વડોદરા મહાનગર પાલિકા સામે સત્તા આગળ શાણ પણ નકામું જેવો ઘાટ સર્જાયો છે.ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ બની ગઈ છે.જેમાં અધિકારીઓને શાન ઠેકાણે લાવવા મોટું રાજકીય પીઠબળ ધરાવતા કેટલાક મહાનુભાવો અધિકારીઓનો ઉધડો લઈ નાખતા હોય છે.વોર્ડ કચેરીમાં તોડ ફોડ કરવી કે પછી વસ્ત્રો ઉતારી નાખવા સહિતની તમામ નીતિઓનો ઉપયોગ કરતા હોય છે.

પરંતુ આવા વ્યક્તિઓ સામે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જેના કારણે સમગ્ર દોષનો ટોપલો છાશવારે અધિકારીઓ પર ઠલવાતો હોય છે.હાલ સમગ્ર દેશમાં શિસ્તની કહેવાતી પાર્ટીનું વડોદરામાં એક બિલ્ડીંગના પાર્કિંગમાં ઉભું કરવામાં આવેલું પાર્ટી કાર્યાલય ચર્ચાને એરણે ચઢ્યું છે.સૂત્રો દ્વારા જણાવ્યાનુસાર માંજલપુર ઈવા મોલની સામે રોડ સાઈટ પર એક નવી કન્સ્ટ્રકશન સાઈટ બિલ્ડીંગ નિર્માણ પામી રહી છે.જે બિલ્ડીંગના પાર્કિંગમાં જ પાર્ટીનું કાર્યાલય કેબિનમાં ઉભું કરી દેવામાં આવ્યું છે.આ પહેલા અહીં પાર્કિંગની જગ્યા પર નો પાર્કિંગનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું.હાલ તેને કાઢી લેવામાં આવ્યું છે.જ્યારે બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે આ બિલ્ડીંગ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી છે.અને મ્યુ.કમિ,ટાઉનપ્લાનિંગ અને દબાણ શાખાની પણ આજ્ઞાનું પાલન કરતા નથી તો કાયદો મોટો કે કોર્પોરેટર.હાલ તો સમગ્ર મામલે પ્રદેશ અને વડોદરા શહેરના પાર્ટીના હોદ્દેદારો આ બાબતે શું અજાણ છે કે પછી આ કાર્યાલય ઉભું કરનાર સામે પગલાં ભરતા ભય અનુભવાય રહ્યો છે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

સત્તાધારી પક્ષથી અધિકારીઓ ડરે છે,પાર્ટીએ જ વિચારવું જોઈએ  
પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને પૂર્વ કાઉન્સિલર ચિરાગભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે પાર્ટી એ જ વિચારવું જોઈએ કે આ યોગ્ય ન કહેવાય,પાર્ટી એજ વિચાર કરવો જોઈએ અને ઉપરથી પ્રમુખે જ આદેશ આપવો જોઈએ કે આવી રીતે પાર્કિંગ માં કોઈ દિવસ કેબીન મૂકવુ જોઇએ નહીં.પાલિકાના હોદ્દેદારો, ટાઉનપ્લાનીંગ અધિકારીઓ નડતર રૂપ દબાણો દૂર કરે છે,પણ અહીં કાર્યવાહી કરતા નથી તેવા પૂછેલા પ્રશ્ન સામે જવાબ આપતા તેમને જણાવ્યું હતું કે ધ્યાન દોર્યું નહીં હોય કેમકે સત્તાધારી પક્ષથી અધિકારીઓ ડરે છે.

Most Popular

To Top