SURAT

સુરતના વરાછામાં મકાન માલિક જાતે જ પોતાનું મકાન તોડવા લાગ્યો, પછી બન્યું એવું કે..

સુરત : શહેરમાં જર્જરિત મિલકતો (Property) ઉતારી પાડવા કે બાંધકામમાં (Construction ) ફેરફાર કરવા માટે મનપાને (SMC) જાણ કર્યા વગર જ તેમજ સલામતીની વ્યવસ્થા વગર મિલકતદારો દ્વારા જાતે જ ડિમોલીશન કરવામાં આવે છે ત્યારે આજુબાજુની મિલકતો પર અને લોકો પર જોખમ વધી જતું હોય છે.

  • મંજૂરી-સલામતી વિના મકાનમાલિકે ડિમોલીશન કરતાં એક માળ બાજુની મિલકત પર નમી ગયો
  • બરોડા પ્રિસ્ટેઝની જર્જરિત મિલકત ઉતારી પાડવા મનપાએ નોટિસ આપી હતી, મોટી દુર્ઘટના ટળી ગઈ
  • તાજેતરમાં કતારગામ જરીવાલા કંમ્પાઉન્ડમાં પણ આવી જ બેદરકારીના કારણે બે નિર્દોષ લોકોના મોત થયા હતા

તાજેતરમાં આવી રીતે ડિમોલીશન (Demolition) દરમિયાન કતારગામ જરીવાલા કંમ્પાઉન્ડમાં અચાનક દિવાલ તુટી પડતા બે વ્યક્તિના મોત થયા હતા આ ઘટનાના પડધા હજુ શમ્યા નથી ત્યા હવે અત્યંત ગીચતા ધરાવતા વરાછા ઝોનના બરોડા પ્રિસ્ટેઝમાં પણ આવી જ રીતે મિલકતદાર સલામતીની વ્યવસ્થા વગર ડિમોલીશન કરવા જતા એક માળ બાજુની મિલકત પર નમી ગયો હતો. તેથી હોબાળો મચી ગયો હતો જો કે બાજુમાં પણ એજ મિલકતદારની ખાલી મિલકત હતી તેમજ લટકી પડેલો માળ અચાનક તુટી નહી પડતા મોટી દુર્ધટના બનતા અટકી ગઇ હતી મનપાના વરાછા ઝોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મિલકત જર્જરિત હોવાથી ઉતારી પાડવા માટે નોટિસ પણ અપાઇ હતી. દરમિયાન સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હોય હોબાળો મચી ગયો હતો તેમજ મનપના તંત્ર દ્વારા આવી કામગીરી બાબતે મિલકતદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.

ઉંબેરમાં ગાર્બેજ માટે પ્લાન્ટ નાખવા 50 હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવા સરકારને દરખાસ્ત
સુરત : શહેરમાંથી દરરોજ 2200 મેટ્રીક ટનથી વધુ કચરો મનપા દ્વારા એકઠો કરવામાં આવે છે. આ કચરાની પ્રોસેસ કરીને નિકાલ કરવા માટે ખજોદ ગાર્બેજ ડીસ્પોઝલ સાઇટ ખાતે લઇ જવાય છે. જો કે હવે સાઇટની કેપેસીટી પુરી થઇ રહી છે. અને બાજુમાં ડ્રીમ સીટી પ્રોજેક્ટ આવી જતા પણ આ સાઇટ અન્યત્ર ખસેડવાની જરૂર હોય, સુરત મનપા દ્વારા કચરાના નિકાલ માટે શહેરના ચારેય ખુણામાં અલગ અલગ સાઇટો ઉભી કરી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટાડવાનું આયોજન કરાયું છે. તેથી જુદી જુદી જગ્યાઓની માંગણી કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી. જે પૈકી ઉંબેરમાં ઉધના ઝોન એ-બી અને અઠવા ઝોનના કચરાના સેગ્રીગેશન અને નિકાલ માટે માંગવામાં આવેલી જગ્યા માટે કલેક્ટરે સરકારને દરખાસ્ત મોકલી આપી હોય ટુંક સમયમાં આ જગ્યા મળી જાય તેવી આશા ઉભી થઇ છે.

મળતી વિગતો મુજબ સુરત મનપા દ્વારા રોજ રોજ એકઠા કરવામાં આવતા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ખજોદ ડીસ્પોઝલ સાઇટ ઉભી કરાઇ હતી. હવે આ સાઇટ ક્લોઝ કરીને શહેરની ચારેય દિશામાં નજીકના ઝોનનો કચરાનો નિકાલ થઇ શકે તે માટે ગાર્બેજ ડીસ્પોઝલ સાઇટ ઉભી કરવાનું આયોજન છે. જેના અંતગર્ત ઓલપાડના પિંઝરત અને ચૌયાર્સીના ઉંબેર ગામ પાસે બ્લોક નંબર 179 પૈકીની 50 હજાર ચોરસ મીટર જગ્યાની માંગણી કરી કલેક્ટરને પત્ર લખાયો હતો. કલેક્ટરે આ માંગણી માન્ય રાખી જગ્યા ફાળવવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top