Vadodara

સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપર જીવલેણ હુમલો કરનારા છ ઝડપાયા

વડોદરા : સમા વિસ્તારમાં ધમધમતા વિદેશી દારૂના વેપલા પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડ્તા પોલીસના હપ્તા બાજીના કારણે બેફામ બનેલા બૂટલેગરો સહિત સ્થાનિકોએ વિજિલન્સની ટીમ પર જીવલેણ હુમલો કરી દઈ પોતાનો દારૂ છોડાવી ગયા હતા. જોકે તેની તપાસ હરણી પીઆઈ પાસે જતા તેઓએ સમા પોલીસ સાથે સંયુક્ત તપાસ કરી હુમલો કરનાર છ જણાને ઝડપી પાડ્યા હતા. સ્ટેટ વિજિલન્સની ટીમને શહેરના સમા વિસ્તારની ઉર્મી સ્કુલ પાસેની નવીનગરી ખાતે ધિરજ પાંડે નામનો વ્યક્તિ વિદેશી દારૂનો વેપલો  કરે છે. તેવી માહિતી મળતા પીએસઆઈ સુરેશ રાઠવા સહિત બે કોન્સ્ટેબલે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જ્યાં સ્થળ પર શહેર પોલીસના હપ્તા બાજીના નેટવર્કના કારણે બેફામ બનેલા બૂટલેગરો ખુલ્લામાં દારૂનું વેચાણ કરતા જણાતા વિજિલન્સની ટીમે સ્થળ પરથી દીલપ ડામોરને ઝડપી પાડ્યો હતો.

ત્યારે વધુ દારૂ અંગે તેની પુછપરછ કરતા સમયે દિલપ અને ધિરજના સાગરીતો વગર પોલીસના દરે વિજિલન્સની ટીમ પર પથ્થરમારો કરી દઈ પકડાયેલો દારૂ છોડાવી ગયા હતા.જોકે આ શરમજનક બનાવના કારણે વિજિલન્સની ટીમે સ્થળ પરથી પોતાનો જીવ બચાવી હાફતા-હાફતા ભાગવુ પડ્યુ હતું. પોતાની કાર પાસે પહોંચતા ટોળાએ કારને પણ નુકશાન પહોંચાડ્યુ હતું. ત્યારે સમા પોલીસ આવી જતા મામલો ઠંડો પડ્યા હતા. જોકે આ બનાવ બાદ ઉચ્ચ અધિકારી દ્વારા હરણી પીઆઈને તપાસ સોંપવામાં આવી હતી. જેઓએ પોલીસ પર હુમલો કરનાર ધીરજ પાંડે, દિલીપ ડામોર, રાહુલ ઉર્ફે ભાઠો મારવાડી, ભાયલાલ માળી, દિલીપની પત્ની અને પુત્રી મંજુલાબેન તથા રૂષીકાને ઝડપી પાડ્યા હતા. ત્યારે વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.

57 પાનાની ડાયરીમાં હિસાબ કે, હપ્તાબાજી?
સ્થળ પરથી વિજિલન્સની ટીમને દિલીપ ડામોર પાસેથી એક 57 પાનાની પોકેટ ડાયરી મળી આવી હતી. જોકે તે ડાયરીમાં કેટલાક પોલીસ કર્મીઓ સહિત અનેકના હપ્તાબાજીનો હીસાબ હોવાની અટકળો ચાલી રહી હતી. ત્યારે તે ડાયરીની પોલીસે તપાસ કરતા તેમાં ફક્ત દારૂના વેચાણના હીસાબ, ટ્રકેટર, જેસીબી વગેરેને આપેલા રૂપિયા સહિતનો હિસાબ નોંધેલો હતો. આ સાથે તેની અંદર કેટલાક લોકોના નંબર પણ નોંધેલા હતા. પરંતુ તેમાંથી કોઈ પણ પોલીસ તેમજ હપ્તાબાજી અંગેની માહિતી મળી ન હતી.

DCB,PCB,LCB,SOG પર કોઈ કાર્યવાહી થતી નથી!
વિજિલન્સના દરોડા પડ્યા બાદ ઉચ્ચ અધિકારી દ્વારા ફક્ત સ્થાનિક પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. જોકે શહેરની અન્ય પોલીસ સ્કોર્ડોને આખુ શહેર ફરજમાં આવતું હોય છે. ત્યારે તેઓ કોઈ કાર્યવાહી ન કરે તો તેઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી! બીજી બાજુ સમા વિસ્તારમાં દરોડા પડ્યા બાદ તેના પીઆઈ બ્રહ્મભટ્ટની હાલ બદલી સુરત ખાતે થવાની છે. ત્યારે તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ? તે જોવાનુ રહ્યું છે. જોકે માનવા પ્રમાણે દારૂનો મુદ્દામાલ નાનો હોય કે મોટો તે સમાન ગુનો કહેવાય છે. જેથી માત્રને બાજુ પર મુકી કાર્યવાહી સમાન થવી જોઈએ!

સમા પોલીસની હપ્તાબાજીથી દિલીપ બેફામ બન્યો?
3 માસ અગાઉ PCB દ્વારા દિલીપ ડામોર વિરૂદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા. જોકે જે તે સમયે દિલીપ ડામોરનો દારૂનો ધંધો બંધ રહ્યો હતો. પરંતુ સમય જતા તેમજ સમા પોલીસના હપ્તાબાજીના કારણે દિલીપ બેફામ બન્યો હતો? અને વધુ એકવાર હપ્તાબાજી સાથે? દારૂનો ધંધો શરૂ કર્યો હતો. ત્યારે દિલીપ સહિત તેના સાગરીતો એટલી હદે બેફામ બન્યા હતા કે તેઓને સ્થાનિક પોલીસના આશીર્વાદ મળ્યા હતા? અન્ય કોઈ તેઓને કેવી રીતના પકડી શકે તેને લઈ બહારની પોલીસ પર દાદાગીરી કરી જીવલેણ હુમલો કરી દીધો હતો. જોકે PCB દ્વારા અગાઉ દરોડા પાડ્યા બાદ સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી કે તેના પર ધ્યાન રાખવાનું ટાળ્યુ હતું.

Most Popular

To Top