Top News

More Posts

   The Latest

Most Popular

ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો છે તો જીવનમાં સત્કાર્યો કરીને માનવજીવન સાર્થક કરવું જોઇએ. જેમ કે કોઇનું દુ:ખ દર્દ હોય તો તેને મીટાવવા માટે સહાયરૂપ થવું જોઇએ. કોઇનો લાંબો સમયથી ઝઘડો ચાલતો હોય અને વાદવિવાદ સર્જાયા કરતા હોય તો તેમાં મધ્યસ્થી કરીને સમાધાન કરાવીને સુલેહ શાંતિ સ્થાપવી જોઇએ. મંદિર-શિવાલયનું નિર્માણ થતું હોય તેમાં યથાશક્તિ મદદ કરીને પુણ્યનું ભાથું બાંધવું જોઇએ.

આમ માનવલક્ષી અનેક કામો કરીને સાચી લોકપ્રિયતા મેળવવી જોઈએ, સરકારી નોકરીમાંથી નિવૃત્ત થાવ તો પછી સમાજલક્ષી પ્રવૃત્તિ કરવી જોઇએ કેમ કે પ્રવૃત્તિ કરવાની પણ વૃત્તિ હોવી જોઈએ. સિતારામ પરિવારના પૂ. બાલુરામ બાપુ. સત્સંગ-સભામાં કહે છે, માનવ જ  માનવને કામ લાગે છે, દાનવ કદી કામ લાગતો નથી. જીવનમાં સત્કર્મો એવાં કરી જાવ કે તમો લોકોની નજરમાં ચિરંજીવી બની જશો. લાભ-પ્રલોભનની મોહમાયા છોડી દો. સંતોષ એ સૌથી મોટું સુખ છે એમ જણાવી પૂર્ણ માનવજીવનનાં લક્ષણો જણાવીને ‘જીના ઈસીકા નામ હૈ ને સાર્થક કરવા જણાવ્યું હતું. તરસાડા  -પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

To Top