Charchapatra

જીઇબીના નામે ખોટા મેસેજથી છેતરાશો નહીં?

એક આશ્ચર્ય પમાડનારી ઘટના બની. મોબાઇલમાં વોટ્‌સએપ મેસેજ અપરિચીત નંબરપરથી મળ્યો, તમારું ઇલેકટ્રીસીટી બિલ ભરવાનું બાકી છે આજે જ નહિ ભરાય તો રાત્રે 9.30 કલાકે કનેકશન કપાઇ જશે. વિચાર આવ્યો બિલ ભરવામાં આટલુ ફરજીયાતપણું કયારથી? અને મોડી થાય તો બિલ ન ભરવાને લીધે પાવર કટનો અનનોન નંબર પરથી મેસેજ કયારથી? જીઇબીમાંથી કયારેય આવા અજાણ્યા નંબરપર કોલ કરવા કહ્યું નથી એટલે બાબત ગંભીર લાગી. મેસેજમાં આપેલ નંબરનો સંપર્ક કર્યો. ઉત્તર મળ્યો મેસેજમાં આપેલ અનનોન નંબરને પેમેન્ટ સિસ્ટમમાં અપડેટ કરો નહિ તો કનેકશન કપાઇ જશે. આઇ કાર્ડ માગ્યો તો જવાબ મળ્યો રાત્રે 9.30પછી જ મળશે. હવે પાક્કુ સમજાયુ ફ્રોડ છે. મિત્રો વોટ્‌સએપ એપે માર્ચ મહિનામાં જ આવા ફ્રોડ લાગતા, ખોટી માહિતી ફેલાવતા, લોકોને ગભરાવતા, ગેરમાર્ગે દોરતા, છેતરામણી કરવા લોભાવતા 16 લાખ જેટલા એકાઉન્ટ બંધ કરી દીધા છે. પરંતુ ટેકનોલોજીના યુગમાં છેતરામણી કરનાર માટે અનેક રસ્તા ખુલ્લા છે. આજના સમયમાં જયારે ઓનલાઇન છીએ ત્યારે આવી છેતરામણીઓ માટે સતર્ક બનવાની જરૂરીયાત છે.
સુરત- ત્રિવેદી ભાવિશા પી

Most Popular

To Top