World

ચીનમાં 47 હજાર કરોડનાં કૌભાંડ સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા

ચીન: ચીન(Chine)માં મોટું બેંકિંગ કૌભાંડ(Bank Fraud) સામે આવ્યું છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ઘણી બેંકોએ તેમના ગ્રાહકોને પૈસા(Money) ઉપાડવા(Withdraw ) પર પ્રતિબંધ મૂક્યો છે. જેના પગલે લોકો રોષે ભરાયા છે અને રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક જગ્યાએ પ્રદર્શનો હિંસક બની ગયા છે. જેને જોતા હવે બેંકની આસપાસ ટેંક(Tank) તૈનાત કરી દેવામાં આવ્યા છે. જેનો એક વીડિયો(Video) સોશિયલ મીડિયા પર વાયરલ(Viral) થઈ રહ્યો છે. આ વીડિયો હેનાન પ્રાંતનો છે. અહીં અનેક ટાંકીઓ કતારમાં ઉભેલી જોવા મળે છે. પ્રશાસને લોકોને બેંકમાં પ્રવેશતા રોકવા માટે ટેન્ક તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.આ ફોટો શેનડોંગ વિસ્તારના રિઝાઓની છે. અહીં એક બેંકની સ્થાનિક શાખાની બહાર ટેન્ક ઉતારવામાં આવી હતી.

ચીનના હેનાન ગામનો વીડિયો
ચીનના હેનાન ગામોની બેંકોએ લોકોને વચન આપ્યું હતું કે તેમના પૈસા 15 જુલાઈ સુધીમાં આપવામાં આવશે. પરંતુ માત્ર થોડા જ થાપણદારોને પેમેન્ટ મળ્યું અને બાકીના હજુ રાહ જોઈ રહ્યા છે. 10 જુલાઈના રોજ, 1,000 થી વધુ થાપણદારો ઝેંગઝુઝુહોમાં શાખાની બહાર હતા. બેંક ઓફ ચાઈના એ ચીનની સેન્ટ્રલ બેંક છે અને તેના નિર્ણય બાદ દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન થઈ રહ્યું છે. હેનાનના ફાઇનાન્સિયલ સુપરવિઝન બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ મુજબ, કેટલાક થાપણદારોને 15 જુલાઈ સુધીમાં પૈસા મળવાના હતા.

કેમ થઇ રહ્યો છે વિરોધ
આ વિરધ પ્રદર્શન કેમ થઇ રહ્યું છે તેની પાછળ આ કારણ સામે આવ્યું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં એક લેખ પ્રકાશિત થયો હતો. જેમાં ચીનની બેંકોમાં થયેલા કૌભાંડો વિશે જણાવવામાં આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચીનની બેંકિંગ સિસ્ટમમાંથી 40 બિલિયન યુઆન અથવા લગભગ 6 બિલિયન ડોલર ગુમથઈ ગયા છે. આ પછી, હેનાન અને અનહુઇ પ્રાંતમાં બેંકોએ લોકોને બેંક ખાતાઓનો ઉપયોગ કરતા રોક્યા હતા. આ લોકોને ‘સિસ્ટમ અપગ્રેડ’ થઈ રહી છે તેવું જણાવવામાં આવ્યું હતું. ન્યુ ઓરિએન્ટલ કન્ટ્રી બેંક ઓફ કૈફેંગ, ઝિચેંગ હુઆંગુઈ કોમ્યુનિટી બેંક, શાંગકાઈ હુઈમિન કાઉન્ટી બેંક અને યુઝોઉ ઝિન મીન શેંગ વિલેજ બેંકને સૌથી વધુ અસર થઈ છે. લોકો 3 મહિનાથી અહીં ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ તેમને બેંકની અંદર પણ જવા દેવામાં આવતા નથી.

ઇતિહાસનું પુનરાવર્તન
રસ્તાઓ પર ટેન્કની તૈનાત જોઈને લોકો તેની તુલના થિયાનમેન સ્ક્વેરની ઘટના સાથે કરી રહ્યા છે. 1989માં લોકોએ તિયાનમેન સ્ક્વેરમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. તે સમયે સેનાએ દેખાવકારો પર ટેન્ક ચઢાવી દીધી હતી. 3000 થી વધુ લોકો માર્યા ગયા. યુરોપિયન મીડિયાએ 10,000 લોકોના નરસંહારની આશંકા વ્યક્ત કરી હતી.

Most Popular

To Top